________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
ભંડારની વૃદ્ધિ કરી. સંવત ૧૮૭૭ ના કારતક વદિ અમાવાસ્યાના દિવસે ઉદયપુરમાં ભાવસાગરજીએ સ્વર્ગગમન કર્યું. શ્રી નાણસાગરજીએ ગુજરાત, ભારવાડ, અને મેવાડ વગેરે દેશોમાં ફરી ઉત્કૃષ્ટ વિહાર કરી અનેક ભવ્ય જીને ઉપદેશ આપ્યો. શ્રી નાણસાગરજી શાંત, વૈરાગી, ત્યાગી, ક્રિયાપાત્ર, જ્ઞાની અને અપ્રતિબદ્ધ વિહારી હતા. શ્રી નાણસાગરજીએ પાટણ, ખંભાત, સુરત, અમદાવાદ અને પાલીતાણું વગેરેથી પ્રાચીન ગ્રન્થને લાવી ઉદેપુરના જ્ઞાનભંડારની વૃદ્ધિ કરી. સં. ૧૮૮૩ ની સાલમાં શ્રી નાણસાગરજી પિતાના શિષ્ય નિધાનસાગરજી તથા મયાસાગરજીની સાથે અમદાવાદ, પાટણ વગેરે થઈ ઉદેપુરમાં પધાર્યા. સં. ૧૮૮૭ ના ભાદરવા વદિ ૧૪ ના રોજ પાક્ષિક પ્રતિક્રમણ મધ્યે શ્રી અજિતશાંતિ સ્તવન કહેતાં કહેતાં શ્રી નાણસાગરજીએ ઉદેપુરમાં સ્વર્ગગમન કર્યું. શ્રી નાણસાગરજીએ સ્વપટ્ટપર વિદ્યમાન અને યોગ્ય
એવા શ્રી મયારામને છેવટે સ્વપટ્ટધર સ્થાપ્યા. ૬૮ શ્રી માતા –શ્રી મયાસાગરજી પ્રથમ જોધપુરના
ચતિ હતા. જેમને શ્રી નાણસાગરજીએ ઉપદેશ આપી શિથિલાચારથી દૂર કરી દીક્ષા આપી શિષ્ય તરીકે
સ્થાપન કર્યા. શ્રી મયાસાગરજીએ સ્વગુરૂ મહારાજ શ્રી નાણસાગરજીની વૈયાવચ્ચ કરીને તથા તેમનાં પાસાં વેઠીને
www.kobatirth.org
For Private And Personal Use Only