________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપજ રહે સહુ સાથમાં એવા ઉપાયે આચરો, સંપજ ટળે એવા પ્રસંગો સર્વ પામ્યા પરિહરે. ૧૮૫ શોભા વધે શાસનતણી શુભ સંયથી જે ચાલશે, શુભ સંપ ઉદયે સેવ્ય છે આનંદમાંહિ હાલશે; શુભ સંપ વાજે વાગતાં ત્યાં લક્ષ્મી લીલા પાસ છે, શુભ સંપ વાજાં વાગતાં ત્યાં દેવને આવાસ છે. ૧૮૬ મનમાં ધરીને દાઝ સાચી ગ૭ને શાસનતણી, સંપી રહે જે સાધુએ તે સંઘમાં છે અગ્રણે; સંપથી શુભ પ્રગતિ જિન ધર્મને ફેલાવવા જે સૂરિ સંપી સદા, કાર્યો કરે છે ઉન્નતિનાં તે લહે દુઃખ ના કદા. ૧૮૭ કજીયા અને કંકાસને હરે ત્યજે હિત આદરી, આચાર્ય વાચક સાધુઓ સંપી રહે શાન્તિ ધરી, જે વૈરબુદ્ધિ પરિહરી સંપે ધરે છે સન્મતિ, વ્યવહારને નિશ્ચયથકી તેની સદા છે ઉન્નતિ. ૧૮૮ શુભ સંપ માટે દેવ છે આરાધના એની કરે, શુભ સંપ માટે મન્ન છે તેને સદા મનમાં ધરે,
www.kobatirth.org
For Private And Personal Use Only