________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
અહંકાર અને નિજ સ્વાર્થ ત્યાગ્યાથી અહા સંપજ થતું, સન્માનપરવા ત્યાગથી શુભસંપપથ માનવ જતે; હિત જે વસે નિજ દેશનું વા સંઘનું તે સાધ્ય છે, કલ્યાણ કરવા અન્યનું એ સંપ શુભ આરાધ્ય છે. ૧૮૧ નિર્બલજને પણ સંપથી સંપી રહી વિજયી બને, નિર્બલ બિચારી કીડીઓ સંપે મહા સર્પ જ હશે બહુ તાંતણા સંબંધ સંપે દોરડું જે થાય છે, તે હાથીને પણ બાંધતું એવું જગત દેખાય છે. ૧૮૨ સહુ અંગ સંપીને રહે તે દેહ પણ ઉભું રહે,
જ્યાં સંપ છે ત્યાં ઉન્નતિ એવું જ જ્ઞાને કહે. જે દેશમાં જે કેમમાં જે સંઘમાં સંપજ નહીં, તેની થઈ પડતી ઘણું દષ્ટાન્તથી જાણે સહી. ૧૮૩ સાચી શિખામણ એહ છે શુભસંપથી સંપી રહે, શુભ સંપને સેવાય એવા બોધને જ્યાં ત્યાં કહે; સન્માન લાલચ સ્વાર્થથી શુભ સંપને ના ત્યાગ, દિન દિન પ્રભુ પૂછ કરી શુભ સંપને મન માગ. ૧૮૪ દુખ પડે કેટી ગમે પણ સંપને ના છોડશે, મોટું કરીને મન ઘણું સંપે સ્વજનને જોડશે;
www.kobatirth.org
For Private And Personal Use Only