________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
હડત માનવ થાય છે કુમૃત્યુથી અન્તે મરે. ૧૫૫
ગંભીર માનવ દેખીને સંગત કરા સાથે વસી, ગંભીર જનને પારખા સુવર્ણ પેઠે બહુ કસી; વાત કરેા ના મર્મની ગંભીર જન દેખ્યા વિના, ગંભીર જનને દેખીને મન દુઃખની કથવી બીના. ૧૫૬ ગંભીરતા આવ્યા વિના આપ્યું વચન જૂઠું થતું, ગંભીરતા વણુ જન સહુ સહેજે ટકાનું થઈ જતું; ગંભીરતા વણ ક્લેશની હોળી જગમાં સળગતી, ગંભીરતા વણુ તુચ્છતા મહારાક્ષસી ઝટ વળગતી. ૧૫૭ ગંભીરતા છે ધર્મના પાયે ખરેખર માનવા, ગભીરને પાયે પડે દેવેન્દ્રમાનવદાનવા; ગાંભીર્ય વણુ જે ધર્મ તે પણ કર્મકંથા સમ ભણ્યા, ગભીર માનવ જે થયા તે સહુ ભણ્યાને સહુ ગણ્યો. ૧૫૮ ગભીર થઈ ઉપકાર કીધા તે મનુષ્યપર ઘણા, હે... બહુ સુધાર્યાં તુચ્છને રાખી ન તેમાં કાંઇ મણા; ગભીરતા ગુણધામ મારા સદ્ગુરૂ જગમાં જા; શુભકર્મના ઉદયે અમારા સદ્ગુરૂ જગમાં થયું. ૧પ૯
www.kobatirth.org
For Private And Personal Use Only