________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
ઔદાર્યથી પરમાર્થના કૃત્યે મઝાનાં થાય છે, ઓદાર્થથી મોટાઈ મનની પેખતાં જ જણાય છે. ૧૦૦ ઔદાર્યથી વાંધા ટળે ટંટા બખેડા ઝટ ટળે, ઔદાર્યથી સ્વાતંત્ર્યની સત્તા ભલી જગમાં મળે; ઔદાર્યથી સે લેકની સાથે સદા રહેવાય છે, જગ સંઘની વૃત્તિ થતી ઔદાર્યથી પરખાય છે. ૧૦૧ ઔદાર્યથી સૈ સાથમાં સંપી ઘણું રહેવાય છે, વિસ્તીર્ણ દૃષ્ટિને ખરે ઔદાર્ય નામ અપાય છે; વિસ્તીર્ણ દષ્ટિ શક્તિથી આદાર્ય ફેલાવાય છે, વિસ્તીર્ણ દષ્ટિ વણ હૃદય તે સાંકડું થઈ જાય છે. ૧૦૨ વિરતીર્ણ દષ્ટિ જ્યાં નથી ત્યાં વિશ્વહિત ક્યાંથી વસે? વિસ્તીર્ણ દષ્ટિ જ્યાં નથી ત્યાં સદ્દવિચારે શા થશે ! વિસ્તીર્ણ દષ્ટિમાં વસે પ્રભુતા ખરેખર જાણશે, ઔદાર્ય દષ્ટિને ખરેખર ચિત્તમાં ઝટ આણશે. ૧૦૩ ઔદાર્ય વધતું જ્ઞાનથી ને પૂર્વભવસંસ્કારથી, ઔદાર્યથી ઉપકાર કરણીમાં થતે જન મહારથી; ઔદાર્ય દષ્ટિ ખીલવે તે વિશ્વવંદ્ય સુહાય છે, મિટાઈ મનની ત્યાં વસે ઔદાર્ય જ્યાં પ્રકટાય છે. ૧૦૪
www.kobatirth.org
For Private And Personal Use Only