________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
જે કામના તાબે થતા તે ધર્મ સેવા શું કરે,
જે કામના તાબે થતા તે ઉચ્ચતા કયાંથી વરે ? જે કામના તાબે થતા તે પાપની પેાઠી ભરે, આ ભવથકી મૃત્યુ લહી તે નરકપન્થે સંચરે. જે કામને તાબે કરે તે ધન્યવાદોને લહે, જે કામને તાબે કરે તે મુક્તિના પન્થે વહે; જે કામને જીતે અહા તે વિશ્વનાયક જાણવા, જીતી અરે ! ઝટ કામને નિષ્કામ ભાવજ આણુવા. ૯૦ હું શીયલ વ્રતને આદરીને કામને તાબે કરી, બ્રહ્મચર્ય.
www.kobatirth.org
૮૯
નવવાડ શીલની સાચવી શુભ ખ્યાતિને ભાવે વર્યાં; જે બ્રહ્મચર્ય શેલતા તે કાર્યની સિદ્ધિ કરે, જે બ્રહ્મચારી સાધુ તે મુક્તિવધૂ સહેજે વરે. ઉપદેશ એવા આપીને ઉપકાર તેં જગમાં કર્યાં, વર્તન ખરૂં તવ દેખીને ઉપદેશ એ મનમાં કર્યાં; આદર્શ બ્રહ્મચર્યના ધારક અમારા મન વસ્યા, મમ ચિત્તની સાથે રહ્યા એ ભાવ મનમાં ઉલ્લસ્યું. ૯૨
૯૧
For Private And Personal Use Only