________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે કામના તાબે થતે તે દુઃખ દાવાનલ પડે, જે કામને બહુ પૂજતે તે દુઃખવનમાં રડવડે. ૮૪ દુઃખી થયા જન કામથી દષ્ટાંત શાસ્ત્રામાં મળે, રાવણ સરીખા ભૂપતિ સંસારમાં કામે ગળે; બેહાલ મુનિ બહુ થયા જે કામના વશમાં પડ્યા, અમૃત તજી વિષ સંગતે સંસારમાંહિ રડવડયા. ૮૫ બ્રહ્મા અને હરિહર સરીખા કામના તાબે થયા, બીજાતણે શે આશરે જે કામમાં રાચી રહ્યા; જે કામથી સુખ ઈરછતા તે મૃત્યુની ફાંસી લહે, જે કામને આદર કરે તે રેગના પંથે વહે. ૮૬ ભીતિ સદા છે કામમાં નીતિ રહે ના ચિત્તમાં, અગ્નિ લગાડે દેહને આચાર સત્તા વિત્તમાં; જે કામના તાબે થઈને ભેગની ઇચ્છા કરે, તે સ્વારી રાસભપર કરી સંસારમાં ભમતે ફરે. ૮૭ જે કામના છે સ્વાર્થમાં તે મુંઝતે સંસારમાં, જે કામના છે સ્વાર્થમાં તે મુંઝતે વ્યવહારમાં જે કામમાં રાચી રહે તે કાર્ય ફરજે નાદરે, શક્તિ ગુમાવે સાંપ નિર્બલ બની વાત કરે. ૮૮
www.kobatirth.org
For Private And Personal Use Only