________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂની કૃપાથી જે થતું તે અન્યથી કદિ ના થતું, એ સૂત્રને અનુભવ કરી આલેખિયું સાચું મતું, સુતિ ગુરૂના હાથમાં ના અન્યના તે સાથમાં, સાહાસ્ય શ્રી સદગુરૂતણી ઈચ્છિત વસ્તુ આથમાં. ૩૧ આન્તરકૃપાથી સદ્ગુરૂને હસ્ત જે શીરપર પડે, દેવે રૂઠયા કંઈ ના કરે ને દુર્મતિ પણ ન નડે; શ્રદ્ધા અને ભકિતથકી ગુરૂની કૃપાની પ્રાપ્તિ છે, ગુરૂની કૃપાએ મુકિતની એકાન્તહેતુ વ્યાપ્ત છે. ૩૨ ગુરૂની કૃપા વણ જ્ઞાનની આશા અરે! કયાં રાખવી? ગુરૂની કૃપાથી મુકિતસુખની વાનગીઓ ચાખવી, સ્વિાર્પણ ગુરૂની સેવનામાં જે કરે તે ભવતરે, કલિકાલમાં ગુરૂની કૃપા એ મુક્તિનું સાધન ખરે, ૩૩ ગુરૂની કૃપાને મેળવી તે સત્ય સેવા કેળવી, પ્રીતિ અને બહુમાનથી શુભભાવનાને ભેળવી આજ્ઞા ગુરૂની આદરે “જી હુકમ” એ મુખથી વદી, સુશિષ્ય આજ્ઞા પાળતે આણું ન ભંગ તે કદિ. ૩૪ એવા સુશિષ્ય સ ગુરૂની પ્રીતિનું પાત્રજ બને, નવ નિધિ ને લબ્ધિ કરજેડી રહે તેની કને
www.kobatirth.org
For Private And Personal Use Only