________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તવનામ યાદી આવતાં તન્મય અને મનડું અહે, તવધેયના શુભ ધ્યાનમાં સામા રહી શિક્ષા કહે; આપે હતે ઉપદેશ જ્યાં તે સ્થાનની શોભા ઘણી, થાશે ભવિષ્યત્ કાળમાં બહુ લાગશે સેહામણું. ૧૩ ઉપદેશના સંસ્કાર મ્હારા ચિત્તમાં ચૂંટી રહ્યા, પરમાત્મપદપ્રાપ્તિ સુધી રહેશે સદા મનથી વહ્યા; ઔદાર્ય મૈત્રીભાવનું તે જાય ના વચને કહ્યું, આચારમાં દઢતા ઘણી ઉપદેશથી આજસ્ વહ્યું. ૧૪ પ્રશસ્ય પ્રેમાબ્ધિ અહે જ્યાં છલછલોછલ થઈ રહ્યા, ઉપસર્ગ વેઠીને ઘણું મેરૂગિરિ દઢતા લહે; શાન્તિતણી અવધિ નહીં આર્જવતણે પારજ નહીં, માર્દવતણી અવધિ ખરે એ ખ્યાતિ જગમાંહિ રહી. ૧૫ નિર્લોભતા શોભી રહી આચારના વ્યવહારમાં, આન્તરગુણેની જીવતી પ્રતિમા મનુ અવતારમાં પાખંડ લીલા છેદવા આદર્શ જીવન તાહ્યરું, જગમાં જીવંતુ જાગતું છે ચિત્ત માને માહ્યરૂ. ૧૬ મધ્યસ્થતા તવ ચિત્તમાં તેથી ખરૂં તવ ભાસતું, ગાંભીર્ય તારામાં ખરે તેવું ન અચે છે છતું;
www.kobatirth.org
For Private And Personal Use Only