________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
સાત્વિક સદ્ગણ ખાણ એજ શુભ તવ ઉરમાં ભર્યું, તીર્થંકરે અહીં જન્મ લે તેથી ખરૂં મનમાં ઠર્યું. ૮ જય આર્યભૂમિ માતને સહસ્ત્રવારે ધન્ય છે, તીર્થો ઘણું તુજ પર રહ્યાં તેથી અહે કૃતપુણ્ય છે;
જ્યાં આર્યતાનું બીજ કેઈ કાળમાં વિણશે નહીં, આકરે સહુ લેકને વાતાવરણથી તું સહી. ૯ આ આર્યભૂમિ તે અમારા પ્રાણને અવતાર છે, આ આર્યભૂમિ તે અમારા ધર્મને આધાર છે; આ આર્યભૂમિમાં અમારા સગુરૂજી અવતર્યા, ચારિત્રને પાળી ભલું ઉજજવલવિચારે સંચર્યા. ૧૦ શુભ ધર્મનાં આંદોલન પ્રસર્યા અહીં ક્ષોભે ઘણાં, મંદિર ઉજજવલ વર્ણનાં જ્યાં શેભતાં સોહામણાં; હારાં ગ્રહી શુભતવને શુભ દેહ ગુરૂએ અહિં ધર્યો, માટે તને બહુ ધન્ય છે ઉપકાર તે સાચે કર્યો. ૧૧
જ્યાં સ્પર્શના ગુરૂએ કરી તેને સદા પાયે નમું, એ ભૂમિપર બેસી ગુરૂના ધ્યાનની રમત રમું; જ્યાં આપ આસન વાળીને બેઠા હતા જે સ્થાનમાં, તે સ્થાનને પ્રણમી થઉં મસ્તાન ચેતનધ્યાનમાં. ૧૨
www.kobatirth.org
For Private And Personal Use Only