________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચું શરણુ તારૂં કર્યું ભીતિ હવે ક્યાંથી રહે ? એ લેાકલજ્જા ભીતિ તે તવ શરણુ તે ક્યાંથી રહે અલમસ્ત ! હારા પ્રેમમાં સંસારને શૂન્યજ ગણ્યા, તવ સેવનામાં મુક્તિ છે એ સૂત્ર હું સાચું ભણ્યા. ૪ તવ સેવનાથી જે થતું તે ચિત્ત મારૂં જાણતું, પ્રકટ્યા ગુણેા મમચિત્તમાં તે ચિત્ત મારૂં માનતું; તવ સંગતિસેવાથકી સંસ્કાર આત્મામાં પડ્યા, ભૂંસાય ના કા કાળમાં જે આત્મની સાથે જડ્યા. ૫ નિર્ભયપણું તવ ખેાધથી આત્માવિષે શાલી રહ્યું, જે બ્રહ્મનું તે બ્રહ્મમાં નિર્ભયપણે વેઠ્ઠી લઘુ; પરમાત્મનું જે તેજ તે ત્હારા હૃદયમાં ઝળકતું, તે'તેજના ઝમકારથી મનડું અમારૂં મલકતું. ત્હારા હૃદયમાં સામ્યગંગા નિર્મળાં ઝરણાં વહે, તવ વાણીના ઉદ્ગારથી સમતા અમારૂ મન લહે; માંગલ્ય તનુની મૂર્તિથી આ પૃથ્વીને પાવન કરે, તેથી ભલી આ આર્યભૂમિ શ્રેષ્ઠતા સામાં વરે. જય આર્યભૂમિ ! ધન્ય તુજને આર્યની માતા ખરી, જય આર્યભૂમિ ! સાધુજનની ખાણુ તું જગમાં ડરી;
www.kobatirth.org
For Private And Personal Use Only