________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
મૈત્રીભાવ, તેવું પામશે. કેઇના ઉપર રાગ વા દેષ કરે
ન જોઈએ” ઈત્યાદિ શબ્દો વિના અન્ય દેષાત્મક વચન સાંભળ્યું નથી. તેમના મનમાં દયાને વાસ હતે. દયાની માતા યતના છે. યેતનાથી બોલવું, યતનાથી ચાલવું, યતનાથી ખાવું પીવું, ચેતનાથી સર્વ કાર્યો કરવાં, સૂક્ષ્મજંતુ પણ પ્રમાદથી ન મરી જાય તે માટે યતનાપૂર્વક અપ્રમાદી રહેતા હતા. કોઈ વખત અનુપગે અયતના થઈ જતી તે તેમની આંખમાં અશ્રુની ધારા વહેતી હતી. પોતાનામાં સદા તેઓ નિજગુણ હાનિને દેખતા હતા. કોઈ તેમને કહેતું કે તમે ખરાઇ ચારિત્રી છે? ત્યારે તેના ઉત્તરમાં કહેતા કે “ખરું ચારિત્ર પ્રાપ્ત થવું બહુ કઠિન છે. કેવલી સ્વીકારે તેનું ખરું ” આવી રીતે નિરભિમાન દશાને આગળ કરીને તેઓ પરિમિત શબ્દોમાં જે કંઈ કહેવું ઘટે તે કહેતા હતા. દરરોજની આવસ્યકાદિ ક્રિયાઓને તેઓ ભાવ શ્રદ્ધાપૂર્વક અને વિધિપૂર્વક કરતા હતા. ગોચરીના દોષો ટાળવા ઉપર તેમનું બહુ લક્ષ્ય હતું. તેઓ બે વખતની આવશ્યક ક્રિયાઓ ઉભા ઉભા કરતા હતા. વર્તમાન કાળમાં જેટલા સાધુઓ છે તેમાં ક્રિયાની બાબતમાં તેમને પહેલે નંબર હતું. એમ જેટલા સાધુઓને અનુભવ થયે છે તે દષ્ટિએ કથવામાં આવે છે. ઉપકાર ગુરૂ મહારાજનું સદા ધ્યાન થાઓ અને તેમની કૃપા સદા રહે. રાતિઃ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only