________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯
થતી હતી ગંભીરતાને ગુણુ જે સાધુઓમાં ખીલે છે તે તેથી પિતાને આત્માનું અને અન્ય આત્માઓનું કલ્યાણ કરવા શક્તિમાન થાય છે અને તેથી પરસ્પર મનુષ્યોમાં શાન્તિને પ્રચાર પણ સારી રીતે કરી શકાય છે.
ગંભીરગુણ માટે જેટલી પ્રશંસા કરીએ તેટલી અલ્પ છે. ગુરૂમહારાજ સંઘાડો ચલાવતા હતા. અનેક મનુષ્ય પાસેથી અનેક વાતો સાંભળતા હતા પણ કદિ કટેકટીના પ્રસંગે ગંભીરપણું છોડતા નહતા. તેમના શબ્દમાં ગંભીરતાએ સજ્જડપણે વાસો કર્યો હતો. જેને ગમે તેવાં પ્રાયશ્ચિત્તે આપતા હતા પણ તેની વાત કદિ અન્યના કાને જતી નહોતી. પન્દર વર્ષ સુધી તેમને સમાગમ હુને રહ્યા અને તેમને અનુભવ લીધો તેમાં ગંભીરતા તે સાગરની પેઠે દરરોજ વધતી હતી એવું અનુભવમાં આવે છે. તેમના મનમાં ક્ષુદ્રતા નામનો દોષ વાસતે હતો જ નહિ. કોઇનું અશુભ તેમણે કદિ ઈચ્છયું નહતું. મૈત્રી ભાવનાએ તેમના હૃદયમાં ઘર કર્યું હતું. કોઈના ઉપર તેમણે શત્રુતા રાખી નથી. સર્વજીપર મિત્રી ભાવના રહે ત્યારે સર્વ જીવોની દયા પાળી શકાય છે. સર્વોપર મૈત્રીભાવિના સદા એક સરખી રીતે રહેવી એ કંઈ સામાન્ય વાત નથી. જ્યારે તેમને પુછવામાં આવે ત્યારે તે અજેના માટે કહેતા હતા કે “સર્વ કર્માધીન છે. જે જેવું કરશે તે
www.kobatirth.org
For Private And Personal Use Only