________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫
માન્યતાપૂર્વક જે જ્ઞાન પ્રાપ્ત કર્યું તેનાથી ધણા ગુણા તેમનામાં ખીલી નીકળ્યા હતા. સં. ૧૯૫૪ના જેટ વિદ ૧૧ ના રાજ શ્રીમદ્ રવિસાગરજી મહારાજે સ્વર્ગગમન કર્યું ત્યાંસુધી તેમણે ગુરૂમહારાજની પરિપૂર્ણ સેવા ઉડાવી હતી અને પેાતાના આત્માને સફળ કર્યા હતા. ગુરૂમહારાજની સેવા-ભક્તિ કરવાના ગુણ તેમનામાં પૂર્ણ રીતે ખીલી નીકળવાથી અન્ય સાધુએની સેવા કરવામાં તે દિ પાછા પડતા ન હતા. અન્ય સાધુઓના સમાગમમાં આવતાં તેમની ગાચરી તથા વસ્ત્ર વગેરે લાવવાં વગેરે કાર્યમાં તેએ જાત મહેનતથી પ્રવૃત્તિ કરી શકતા હતા. સૈંવત્ ૧૯૬૮ ની સાલનું ચામાસું તેમણે પાટણમાં કર્યું તે વખતે પન્યાસ ચતુરવિજયજી વગેરે સાથે હતા તે વખતે તેમણે અન્ય સાધુએનું કામકાજ કરવામાં પેાતાના આત્માને કૃતાર્થ કર્યા હતા. તે મનમાં એમજ માનતા હતા કે સાધુ સેવા કરવી એજ ખાસ કર્ત્તવ્ય છે અને કલ્યાણ પણ તે થકીજ થાય છે.
તેમનામાં અપૂર્વ ગુરૂશ્રદ્ધા હતી. ગુરૂએ જે જે ઉપદેશા કરેલા તે તે ઉપદેશામાં તેમને અપૂર્વ
શ્ર્વન્દ્વા.
શ્રદ્ધા હતી, તેથી પેાતાના ગુરૂના સ્વર્ગગમન પછી પણ તેમના ઉપદેશેલા
આચાર પ્રમાણે પોતે પ્રવૃત્તિ કરતા હતા. ગુરૂના વચન ઉપર
www.kobatirth.org
For Private And Personal Use Only