________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂમહારાજનું પાસુ છોડતા નહતા, અને સદાકાળ સેવાભકિત કર્યા કરતા હતા. સંવત ૧૮૪૪ની સાલનું મારું માથું સામાં કર્યું. તે વખતે શ્રીમદ્દ રવિસાગરજી મહારાજની તેમજ અન્ય સાધુઓની સારી રીતે ભક્તિ કરી હતી. સંવત ૧૮૪૫ની સાલનું ચોમાસું વિજાપુરમાં કર્યું, તે વખતે વડસ્માના શ્રાવક ગગલભાઈએ બે માસના ઉપવાસ કર્યા હતા. વિજાપુરની આજુબાજુના લેકો દર્શન કરવા જતા હતા. શ્રીમદ્ રવિસાગરજી મહારાજની શરીર પ્રકૃતિ નરમ રહેતી હતી. તે વખતે તેમણે જે ગુરૂસેવા કરી હતી, તે વિજાપુરને સંઘ હજુ યાદ કરે છે. સંવત ૧૮૪૭ માં ચોમાસું પાટણમાં કર્યું તે વખતે શ્રીમદ્ રવિસાગરજી મહારાજથી ગોચરી જવાતું નહતું. ગુરૂમહારાજને ગેચરી વારી લાવીને ખવડાવી, તેમના વસ્ત્રને કાપ કાઢ તે સર્વે કર્યો શ્રીમદ્ સુખસાગરજી મહારાજ ઉઠાવતા હતા. પાટણના સાગરના ઉપાશ્રયના શ્રાવકે તેમની આવી ગુરૂબંધી ભક્તિ દેખીને બહુ ખુશ થૈને પ્રશંસા કરી હતી.
સંવત ૧૮૪૮ ની સાલથી શ્રીમદ્ રવિસાગરજી મહારાજે મેહસાણામાં સ્થિર વાસ કર્યો. શ્રીમદ્ રવિસાગરજી મહારાજથી ગામેગામ વિહાર થઈ શકતા નહે, અને ચાલવાની શક્તિ ન હોવાથી તેમણે મહેસાણામાં સ્થિર વાસ કર્યો. તે વખતે તેમની પાસે સેવામાં રહેનાર શ્રી સુખસાગરજી મહારાજ હતા.
www.kobatirth.org
For Private And Personal Use Only