________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
શ્રાવકના ઘરમાં દાદરા ઉંચા હોય તે પણ ઠેકીને જતા હતા, તેવા પ્રસંગે પિતાના શરીરને શ્રમ પડે તે પણ તેની દરકાર રાખતા નહિ. સંવત ૧૮૫૮ ની સાલમાં વડોદરામાં હતા તે વખતે તેઓ મામાની પિળમાંથી કાંડીની પિળમાં અને શહેરમાં ગોચરી હેરવા જતા હતા. તેઓ નિર્દોષ ગોચરી તરફ પૂરતું લક્ષ રાખતા હતા. ગોચરીના બેતાલીશ ષ ટાળવાને માટે તેમને ઘણી કાળજી હતી. તેમણે એ સંકલ્પ કર્યો હતું કે જ્યાં સુધી શરીર ચાલે ત્યાંસુધી ગોચરી જાતે વરવી. આ દઢ પ્રતિજ્ઞા સં. ૧૮૬ ૮ ના વૈશાખ માસ સુધી પાળી હતી. અમદાવાદમાં સં. ૧૮૬૨ ની સાલમાં તથા ૧૪૬૫ ની સાલમાં ચોમાસું કર્યું તે વખતે તેઓ આંબલીપળના ઉપાશ્રયથી તે શામળાની પોળ, રાજામહેતાની કાલસાની પિળ ને લુણાવાડા સુધી ગોચરી વેરવા જતા હતા. આવી રીતે ગોચરી લેવામાં તેમની ઉત્કૃષ્ટતા દેખાઈ આવતી હતી. સંવત ૧૮૬૭-૬૮ ની સાલનું ચોમાસું પાટણમાં કર્યું તે વખતે તેઓ ભણુઆતી પાડાથી નીકળી સાળવીવાડા સુધી ગોચરી શેરવા જતા હતા. તેમની સાથે ગોચરી જનારા સાધુ અકળાઈ જતા પણ પિતે અકળાતા નહિ અને તેઓ પિતાના શિષ્યોને એમજ કહેતા હતા કે, નિર્દોષ ગોચરી લાવવાથી ચારિત્રની રક્ષા થાય છે. ગૃહસ્થને જેમ ન્યાય સંપન્ન વૈભવની
www.kobatirth.org
For Private And Personal Use Only