________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬ તેથી તેઓશ્રી અન્યજની સેવા કરવામાં જરા માત્ર બાકી રાખતા નહતા. તેઓશ્રી તપ કરવામાં મગ્ન રહેતા હતા. એક ઉપવાસ
બે ઉપવાસ, ત્રણ ઉપવાસ, આયંબિલ અને એકાસણુ વગેરે તપ કર્યા કરતા
હતા. અને પાંચમ આઠમ, અગિયારસ અને ચાદશાદિ તિથિયોના દિવસે ઉપવાસ કર્યા કરતા હતા. પારણુના દિવસ વિના દરરોજ પ્રાયઃ તેઓ એકાસણ કરતા હતા. પર્યુષણ પર્વને તેઓ અમ કરતા હતા. અને નેક પ્રકારના અભિગ્રહ રૂ૫ તપને તેઓ કરતા હતા. તપની સાથે ક્ષમા તેમનામાં વૃદ્ધિ પામતી હતી. તેઓશ્રીએ સિદ્ધાચલ ગિરનાર જોયણી, પાનસર, સંખે
શ્વર, રાતેજ, મેત્રાણા, તલાજા, ઉપયાત્રાઓ રીયાલા, તારંગા, ઈડર, પિશીના,
ભીલડા, નાગફણ, પાર્શ્વનાથ, કેશરીયાજી, ટીટેઈમાં મુહરી પાર્શ્વનાથ, નરેડા, સરખેજ, અમદાવાદનાં જૈનમદિરે, માતર, ખંભાત, કાવી, ગંધાર, ડભોઈ જઘડીયા, સુરત, લાડેલ, અને સિદ્ધપુર, આદિ અનેક સ્થળઓમાં વિહાર કરીને તીર્થંકરની પ્રતિમાઓ અને પાદુકાઓ વગેરેની યાત્રા કરી હતી. તેમણે જે જે યાત્રાઓ કરી
www.kobatirth.org
For Private And Personal Use Only