________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
દેખનારાઓના હૃદયમાં તત્કાળ થતી હતી. ક્રિયાની સાથે તેમના હૃદયમાં એટલી બધી સરલતા હતી કે તેનું વર્ણન કરતાં પાર આવે નહિ.
ભદ્રગુણની મૂર્તિરૂપ તેઓ હતા એમ જૈન કોમ એકી અવાજે બેલી ઉઠે છે. તેઓ પ્રતિદિન ધર્મર્તવ્ય પ્રવૃત્તિમાં લયલીન રહેતા હતા.
તેઓશ્રી ધર્મપ્રવૃત્તિમાં ઉત્સાહી રહેતા કર્તવ્ય ધર્મ હતા. સાધુઓ અને સાધ્વીઓને તેઓ પ્રવૃત્તિ, કર્તવ્ય ધર્મપ્રવૃત્તિમાં ઉત્સાહિત કર્યા
કરતા હતા. જ્યારે જોઈએ ત્યારે તેઓ કોઈને કોઈ ધર્મપ્રવૃત્તિમાં મગ્ન થએલા દેખાતા હતા. રાત્રીએ દશ વાગ્યા બાદ તેઓશ્રી શયન કરતા હતા. રાત્રીએ ત્રણ વાગ્યે ઉઠતા હતા. દરરોજ રાત્રીએ ત્રણ વાગે નવસ્મરણને જાપ કર્યા કરતા હતા. લગભગ છવીશ વર્ષ પર્યન્ત તેમણે નવસ્મરણને જાપ કર્યો હતો. તેઓશ્રી દરરોજ સ્વાધ્યાયમાં તત્પર રહેતા હતા. ચ૯
સરણ પયને અને આઉરપચ્ચખાણ સ્વાધ્યાય. ભણવા પર તેમને બહુ રૂચિ હતી. તેથી
તેઓ દરરોજ તે બન્નેને સ્વાધ્યાય કરતા હતા. દરરોજ સાંજરે પ્રતિક્રમણ કર્યા બાદ દશ વૈકા
www.kobatirth.org
For Private And Personal Use Only