________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
ગુરૂ શ્રીસુખસાગરજી મહારાજમાં અપૂર્વ એક એવો ગુણ
હતો કે તેનું વારંવાર સ્મરણ થઈ ગુરૂશ્રી સુખસાગર- આવે છે. “પરિમિત બોલવું” પરિમિત છના ગુણે, સંભાષણ કરવાને માટે તેમનો તીવ્ર
ઉપયોગ રહેતા હતા. પરસ્પર વિરૂદ્ધ પક્ષોના સંગોમાં પણ જ્યારે તેઓ બોલતા હતા ત્યારે પરિમિત શબ્દોથી બોલતા હતા અને તેમાં ગંભીર ભાવ રહેતો હતો. પરિમિત સંભાષણ કરવાથી અનેક પ્રકારના લાભ થાય છે. એમ તેઓ વારંવાર સમજાવતા હતા. ભાષા સમિતિને ઉપયોગ રાખવામાં જ્યારે જોઈએ ત્યારે તેમને એક સરખે ઉપયોગ રહેતે હતો. તેમની પાસે પન્દર વર્ષ પર્યન્ત રહેવાનું થયું અને તેમના હૃદયની પાસે બેસીને વારવાર તેમના વિચારે લીધા. તેમાં તેમને એક સરસ ગુણ અનુભવા તે એ છે કે કેઈન ઉપર ઈર્ષા, દેવ અને વૈર નહતું. ઈર્ષા, દેષ અને વૈરના પરિણામે ઘણુ ક્ષીણ થયા હતા એમ અનુભવમાં આવે છે. ગમે તેવા પ્રતિપક્ષીઓના સામું પણ તેમણે કદિ ષવચન કર્યું નથી. તેમજ કદિ તેઓની વિરૂદ્ધ બોલ્યા નથી. તેમનું બુરૂ બોલનારના હિતશબ્દ તેમણે ગ્રહણ કર્યા છે અને તેમજ તેઓના ગુણેને મુક્ત કંઠે કહ્યા છે. તેમની કદિ ક્રોધથી લાલ આંખ થઈ નથી. તેમનામાં
www.kobatirth.org
For Private And Personal Use Only