________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
સાહેબની પાલખીનાં ઘણું અન્ય મનુષ્ય પણ દર્શન કરતાં હતાં. આ પ્રમાણે આશરે ત્રણહજાર શ્રાવકના સરઘસ સાથે “જયજય નંદા, જયજય ભટ્ટા” એ પ્રમાણેના ઉચ્ચાર કરતાં મહારાજ સાહેબની પાલખી લઈ જવામાં આવતી હતી. માણસે અને સ્ત્રીઓનાં ટોળેટોળાં આખે રસ્તે મહારાજ સાહેબનાં દર્શન કરવાને આવતાં નજરે પડતાં હતાં. પારસી સદ્ગહ પણ દર્શન કરવાને ચુકયા નહતા. છેવટે મહારાજ સાહેબની પાલખી દિલ્હી દરવાજે થઈને દુધેશ્વર આગળ લઈ જવામાં આવી હતી. મનુષ્ય વારંવાર પાલખી ઉપાડવાને તલપી રહેતા હતા અને વારંવાર લાભ લેતા હતા. દુધેશ્વર આગળ મહારાજ સાહેબની પાલખી લઈ ગયા બાદ વિધિપૂર્વક મને જરીઅન પાલખી સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું હતું. મહારાજ સાહેબની પાલખી ઉપાશ્રયમાંથી ઉપાડી ત્યાર
બાદ ઉપાશ્રયમાં દેવવંદનની વિધિ કરદેવવંદનની ક્રિયા. વામાં આવી હતી. તે વખતે ઉજમ
બાઈની ધર્મશાળાના પંન્યાસજી ચતુરવિજયજી, આત્મારામજીના સંઘાડાના મેતિવિજયજી, ડેહલાના ઉપાશ્રયના પંન્યાસજી ધર્મવિજયજી, વીરના ઉપાશ્રયના પંન્યાસજી ગુલાબવિજ્યજી, વિદ્યાશાળાના પંન્યાસ મેઘવિ
www.kobatirth.org
For Private And Personal Use Only