________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮ તેમનું શરીર ટયા બાદ હજારો શ્રાવકો અને શ્રાવિ
કાઓ વગેરે ઉપાશ્રયમાં આવવા લાગ્યાં. ગુરૂશ્રીના હેત્સર્ગ મરણ સંસ્કાર ક્રિયાઓની તૈયારી થવા પશ્ચાત અંત્ય લાગી. તેમના શરીરને પાલખીમાં શરીર સંસ્કાર પધરાવવાની તૈયારીઓ થવા લાગી.
તેમના સમાધિ મરણના સમાચાર આખા શહેરમાં ફરી વળ્યા તેથી શહેરના શ્રાવકે અને શ્રાવિકાએ તેમના શરીરના દર્શનાર્થે આવવા લાગી. આખા શહેરમાં દીલગિરી પથરાદ રહી અને શહેરમાં પાંચકુવા, કાપડબજાર, માણેકચોકના બધા કાપડબજારના સાત મહાજને, ઝવેરી બજાર, સટ્ટાબજાર, ચેકસી બર, શેર બજાર, રતનપોળ, દાણાપીઠ, માધવપુરા વગેરે બજાર બંધ થયાં હતાં, તથા દવાવાળાઓ, કંઈ, પટવા, કંસારા અને શાકભાજની દુકાને બંધ રાખવામાં આવી હતી તથા શેઠ મણિ ભાઈ દલપતભાઇની સરસપુર મીલ, શેઠ લાલભાઈની રાયપુર મીલ તથા ગંગાબાઈ કન્યાશાળા બંધ કરવામાં આવી હતી. શેઠ મણીભાઈ દલપતભાઈ તરફથી જુદે જુદે ઠેકાણે નેવુંના આશરે તારે કરવામાં આવ્યા અને બહાર ગામમાં આ સમાચાર પવનની માફક ફેલાયા હતા. જેના સમાચાર તાર અને પત્ર મારફતે અમદાવાદ પાછા ફરી વળ્યા છે. જેમાં
www.kobatirth.org
For Private And Personal Use Only