________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
તથા સુરશી તથા માણેકશ્રી વગેરે સાધ્વીઓ તથા શેઠ મણિભાઈ તથા જગાભાઈ વગેરે શ્રાવકો તથા ગંગાબેન શેઠાણું વગેરે શ્રાવિકાઓ બેઠી હતી તે વખતે ગુરૂ મહારાજે શ્રાવકે તથા શ્રાવિકાઓને સાધુઓની ભક્તિ કરવા સંબંધી ઉપદેશ દીધો હતો. આંબલીપળના ઉપાશ્રયમાં જ્ઞાન ખાતાની તથા સાધારણ ખાતાની ઉપજ વધે અને વ્યવસ્થા સારી રહે તત્સંબંધી ઉપદેશ દીધું હતું. બીજની સાંજરે સર્વને મન્દ શબ્દ ધીમે ધીમે કહેતા હતા કે “સંસાર અસાર છે. શ્રી વીતરાગ દેવને ધર્મ અને પરભવમાં સાથે આવે છે. અરિહંતનું શરણ સદા કરવા ગ્ય છે. જગતમાં કોઈ કોઈનું નથી. ધર્મ કર્મમાં અપ્રમત્ત રહેશે. તે કલ્યાણ થશે.” આ વખતે તેઓની મુખમુદ્રાપર શાન્તિ ઝળકતી હતી. શરીરમાં વ્યાધિએ જોર પકડ્યું હતું તો પણ આ ક્રિયા ગીની શ્રદ્ધા, ભક્તિ અને શાન્તિમાં વિદન નાખવા સમર્થ થઈ નહતી. વારંવાર તેઓ અરિહંત, સિદ્ધ, સાધુને ધ્વનિ કરતા હતા. બીજની સંધ્યા વખતે સાંજનું પ્રતિક્રમણ કરવા પ્રવૃત્ત થયા. પિતાના હાથે પ્રતિક્રમણુમાં તેઓએ મુહપત્તિ પડીલેહી હતી. અહે તેમની કેવી ક્રિયાપરાયણ બુદ્ધિ ! તેમને સદા નમસ્કાર છે. તેમણે પ્રતિક્રમણમાં પૂર્ણભાવથી સ્થાપના સન્મુખ હાથ રાખીને ગુરૂને ખમાવ્યા. આ તેમની છેલા
www.kobatirth.org
For Private And Personal Use Only