________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમજ અન્યની સાથે દ્વેષ વગેરે થાય છે. અન્ય સાધુઓ સાથે પણ ખટપટ થાય છે અને તેથી ચારિત્રમાં શિથિલતા થાય છે. અએવ સાધુઓએ અને સાધ્વીઓએ ગામેગામ વિહાર કરે કે જેથી રાગદેષ થવાનાં સ્થાને બદલે થવાથી ચારિત્રમાં સ્થિરતા વધી શકે.” આ પ્રમાણે ધીમે ધીમે ગુરૂશ્રી ઉપદેશ દેતા હતા. એવામાં તેઓ થાકયા અને મનમાં સ્થિર થયા. આવી સ્થિતિમાં તેઓ શાન્ત દેખાતા હતા. વૈરાચની અપૂર્વ છાયા તેમના મુખ પર દેખાતી હતી.
સાધુઓ ! ત્યાગ ગુણથી અન્ય અનેક ગુણોની પ્રાપ્તિ થાય છે. ત્યાગીના ગુણમય આચાર અને ઉપદેશની અસર વિશ્વપર સારી થાય છે. જે મનુષ્ય ત્યાગે છે તેઓ ત્યાજ્ય વસ્તુના કરતાં શ્રેષ્ઠ શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. ત્યાગી થનાર ખરેખર દાની તે હેય છેજ. ત્યાગને આધાર વૈરાગ્યપર છે, જે વૈરાગ્ય ઉત્તમ અને બળવાન હોય છે તે ત્યાગ પણ સ્થાયી રહીને અનેક ગુણે પ્રકટાવવાને શક્તિમાન થાય છે માટે ત્યાગને દરરોજ આદર કરતા રહેશે.” આ પ્રમાણે ગુરૂ મહારાજે ધીમે ધીમે શાન્તિથી વચનામૃતનું પાન કરાવ્યું. પશ્ચાત્ કંઈક નિદ્રા આવવા લાગી. રાત્રીના લગભગ બે વાગ્યાને આશરો થયે હશે. પશ્ચાત સાધુઓએ પણ ગુરૂરાજની સામીપ્યમાં શયન કર્યું. પૂર્ણિમાના દિવસે મહારાજની પ્રકૃતિ
www.kobatirth.org
For Private And Personal Use Only