________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪.
નાખે છે અને પિતાના સમાગમમાં આવનારાઓને પણ પ્રાયઃ તેવા બનાવીને ઉન્માર્ગમાં વહાવે છે માટે સાધુએ ક્ષમા ધારણ કરવી જોઈએ.
સાધુઓ ! ભાનને ત્યાગ કરીને માર્દવ ગુણ પ્રાપ્ત કરીને આત્મહિતમાં પ્રવૃત્તિ કરવી એજ તમારું મુખ્ય કર્તવ્ય માનશે. માની પિતે સંસારસાગરની પેલી પાર જઈ શકતા નથી, અને પિતાના સહચારીઓને પણ ધાર્મિક ગુણેને લાભ આપી શકતા નથી. નગ્ન થઈને દરેકના ગુણ લેવામાં ખરી ચારિત્રની ખુબી છે, જેમ બને તેમ સરલતા ધારણ કરવી, કપટરૂ૫ વિષને દૂર કર્યા વિના હૃદયમાં સરળતારૂપ અમૃતને પ્રગટ ભાવ થયો નથી. સરલતા વિના આત્મામાં અનેક પ્રકારના ગુણે આવવાનાં દ્વાર ખુલ્લાં થઈ શકતાં નથી. ચારિત્રની ક્રિયાઓમાં માનપૂજાકીર્તિ આદિની લાલચે યદિ કપટને વાસ થાય છે, તો ચારિત્રની ક્રિયાઓમાં વિષનું પરિણમન થાય છે અને તેથી કપટ કરનારની મુક્તિ થતી નથી. સાદું વર્તન અને સરલતા એ સાધુપણાને શોભાવે છે, અને તેથી સર્વ કર્મોથી આત્મા મુક્ત થઈને પરમપદને પ્રાપ્ત કરે છે. સાધુઓ તમે કદિ એકદમ ભળભળીયા ઉછાછળા અનતા નહિ. આત્માની મુક્ત દશા કરવાને માટે ગંભીરતાની જરૂર છે. શાસ્ત્રો વાંચીને અને મનન કરીને ગંભીરતા ગુણ
www.kobatirth.org
For Private And Personal Use Only