________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
રહેવું જોઇએ. ચારિત્ર એજ સાધુનું પરમધન છે અને તેની રક્ષા કરવી હોય તે રાગદેષના પરિણામે, ન પ્રગટે એવા ક્ષેત્ર કાલાદિકનું અવલંબન કરવું તેજ સાધુને યેગ્ય છે. રાગ દ્વેષરૂપ મહામલ્લિોએ સંપૂર્ણ વિશ્વ જીવને જીતી લીધા છે. તેવા રાગ દેષરૂપમહામલેને જીતીને જે આત્માનું ચારિત્ર સાધે છે તે ખરે સાધુ સમજો. વીતરાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે પ્રવર્તનાર સાધુએ રાગદેષરૂપ કષાયને દૂર કરવા પ્રયત્ન કરે જોઈએ. જે સાધુમાંથી રાગ દેષ ઉપશમ્યા છે તે પોતાના આત્માનું તથા અન્ય જીવેનું કલ્યાણ કરી શકે છે. જે રાગ ૮ષના અધ્યવસાયોને પ્રગટ થતાં જ ઉપશમાવે છે તે ભવચક્રના ફેરામાંથી મુક્ત થાય છે. જે સાધુમાં ક્ષમા હોય છે તે ક્ષમાશ્રમણ કહેવાય છે. ક્રોધાદિક કષાયના અભાવથી ક્ષમાશ્રમણ પદ પ્રાપ્ત થાય છે. માટે સાધુએ ધર્મક્ષમાને ધારણ કરવી જોઇએ. ઉપકાર ક્ષમા અને અપકાર ક્ષમાને તે અન્ય મનુષ્ય પણ ધારણ કરવા સમર્થ થાય છે. ધાદિક કષાયની ક્ષીણતા કરવાની સાધનાવાળા સાધુઓ સર્વ જી પર ક્ષમા રાખે છે. શત્રુ ઉપર ક્ષમા ગુણ વર્તાવનાર સાધુ, સાધુના વેષ અને આચારને શેભાવી શકે છે. ક્રોધાદિકે ધમધમાયમાન રહેનાર કલેશ, કજીયા, ટંટા, અને ઝઘડા વગેરેથી પિતાના આત્માને દુર્ગતિમાં
www.kobatirth.org
For Private And Personal Use Only