________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
એને પ્રમાદથી કેવી હાનિ થાય તેને વિચાર આપે આપ સમજી શકાય તેમ છે. આત્માને ઉપગપૂર્વક સંભાળથી વર્તવામાં ન આવે તે પ્રમાદ શત્રુથી આત્માને પરાભવ થયા વિના રહેતું નથી. “મને પ્રસાદ શું કરવાનું છે, હું સારી રીતે વર્તુ છું, સર્વ કરતાં હું ચારિત્ર સારી રીતે પાળું છું” એવા અહં પરિણામમાં પ્રમાદને સંચાર થાય છે અને તેથી સમુપાર્જન કરેલા એવા આત્મ ગુણોને નાશ થાય છે માટે ચારિત્રાવસ્થામાં ક્ષણે ક્ષણે પ્રમાદથી ચેતીને ચાલવું કે જેથી આત્મકલ્યાણ થાય. સાધુઓ ! સર્વનનું સાર ચારિત્ર છે. જેણે ચારિત્રની આરાધના કરી તેણે સર્વ નાની આરાધના કરી. વ્યવહારથી અને નિશ્ચયથી ચાસ્ત્રિ પાળવા યથાયોગ્ય પ્રવૃત્તિ કરશે. આત્માના ગુણેની સ્થિરતા કરવાને માટે વ્યાવહારિક ચારિત્રની અત્યંત ઉપયોગિતા છે. વ્યવહાર ચારિત્રથી નિશ્ચય ચારિત્રની પ્રાપ્તિ થાય છે. માટે “દ્રવ્ય તે ભાવ નિમિત્ત ” એ શિખામણને હૃદયમાં ધારણ કરી સદા આત્માના ગુણ પ્રાપ્ત કરવાના ઉપાયેને સેવ્યા કરશે
ઘંટાઓ બાંધવા માત્રથી વંધ્યા ગાયની મહત્તામાં વધારે થતું નથી. સાધુના સર્વાચારે ગુણવડે યુક્ત હેવા જોઈએ. “ચરણ સિત્તરી અને કરણ સિત્તરી” ખરેખરી રીતે આત્માના ગુણને પ્રગટાવવા માટે સેવવાની જરૂર છે. જે
www.kobatirth.org
For Private And Personal Use Only