________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ર
સમજવું. અષાડ શુદિમાં વ્યાધિનું જોર વધવા લાગ્યું. અષાડ શુદિ દશમ બારશે પગની ઘુંટી સુધી સજા દેખાવા લાગ્યા. રામચદ વૈવ, દલસુખ વૈદ્ય અને માધવલાલ દાક્તર વગેરે કહેવા લાગ્યા કે મહારાજશ્રીની માંદગી ભયંકર છે. તેમના શરીરને હવે વિશ્વાસ રાખી શકાય તેમ નથી. ક્રિયામાં ઉત્કૃષ્ટ વૈરાગી મુનિવરે મરણ પૂર્વે એક માસ પહેલાં સુધી તે સ્વકીય હસ્તે ગોચરી લાવવાનું મહા ભગીરથ કાર્ય કર્યું હતું. પશ્ચાત પિતાની યાદશક્તિની ક્ષીણતાએ શિષ્યને ગોચરીના આદેશથી પાવન કરતા હતા. અષાડ શુદિ ચતુર્દશીના રોજ તેમનાથી સંઘ સમક્ષ ચાતુર્માસી પ્રતિક્રમણ કરી શકવાની શક્તિ ન હેવાથી તેમને સ્વસ્થાને પ્રતિક્રમણ કરાવવામાં આવ્યું હતું. પ્રતિક્રમણ સમાપ્ત થયા બાદ તેમની પાસે સાધુઓ તથા શ્રાવકે બેઠા હતા. શ્વાસ, ખાંસી અને ઝાડાની પીડા છતાં તેઓ આત્મામાં સ્વાશ્ચ ભોગવતા હતા. વૈરાગ્યનાં પદો તથા અન્ય કંઈ આગમ જ્ઞાનની ચર્ચા વગેરેનું શ્રવણ કરતા હતા. રેગથી શારીરિક ગ્લાનિ થયા છતાં તેમના મનમાં આર્તધ્યાનાદિની ગ્લાનિએ વાસ કર્યો ન હતો, એમ સ્પષ્ટ ભાસતું હતું. તેમની પાસે કેટલાંક છાપેલાં પુસ્તકો હતાં, તે સાધુઓને ખપ પ્રમાણે આપી દીધાં હતાં. પિતાની પાસે જે કઈ વસ્ત્ર હતાં તે પણ સાધુઓને આપવા લાગ્યા. સંવાડા
www.kobatirth.org
For Private And Personal Use Only