________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
કરી માણસા, પ્રાંતિજ, વિજાપુર વગેરે ગામમાં ઉપદેશ આપતા આપતા ચૈત્ર સુદિ ૧૦ ના રોજ સાણંદમાં શ્રીગુરૂ મહારાજને આવી મળ્યા. ગુરૂનાં મહારાજનાં દર્શન કરી અત્યાનંદ પામ્યા. ગુરૂ મહારાજનું સાણંદમાં શરીર નરમ થવા લાગ્યું. અમદાવાદના સંઘના આગ્રહથી વૈશાખ માસમાં સર્વ શિષ્ય પરિવાર સાથે અમદાવાદમાં સંઘકૃત મહત્સવ પૂર્વક પ્રવેશ કર્યો. અમદાવાદમાં ધીયા ભેગીલાલને ગુરૂમહારાજે દીક્ષા આપી ઋદ્ધિસાગરના શિષ્ય કર્યા અને ભક્તિસાગરજી નામ સ્થાપ્યું. જેઠ માસમાં ગુરૂમહારાજને જવર લાગુ પડે તેથી શરીર
ઘણું નરમ થયું. જેઠ માસથી તેમને છેલ્લી માંદગી, કાલ જવર લાગું પડ્યું તેથી તેમનું
શરીર વિશેષ નરમ દેખાયું. તેમની માંદગી ભયંકર સાંભળી મુંબઈ, સુરત, પાટણ, મેસાણા, વિજાપુર, માણસા, સાણંદ, વિરમગામ અને પાલનપુર વગેરે શહેરે તથા ગામોમાંથી હજારે જેને દર્શન કરવા આવવા લાગ્યા. માંદગી વધવા લાગી. પેશાબ અને ઝાડે પણ મહાકટે થવા લાગે; પગે સેજા દેખાવા લાગ્યા અને તેથી વૈદ્ય અને દાક્તરે કથવા લાગ્યા કે હવે મહારાજશ્રી આ માંદગીમાંથી ઉઠી શકે તેમ લાગતું નથી. સાધુઓ અને સાધ્વીઓને પણ એમજ જણાયું કે ગુરૂવચ્ચે યદિ આ માંદગીમાંથી ઉઠે તે મહાભાગ્ય
www.kobatirth.org
For Private And Personal Use Only