________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૦
વસા, માતર અને ખેડા વગેરે ગામાગામ વિહાર કરતા અને ઉપદેશ આપતા છતા સં. ૧૯૬૮ ના જે. દિ ૧૪ ના રાજ શ્રી અમદાવાદમાં આવ્યા અને ગુરૂ મહારાજની આજ્ઞાથી ત્યાં ચેમાસું ફરી વ્યાખ્યાનમાં અપૂર્ણ રહેલા વિશેષાવશ્યકનું પાછું વ્યાખ્યાન શરૂ કર્યું તથા ધર્મરત્ન પ્રકરણનું વ્યાખ્યાન શરૂ કર્યું, તેથી શ્રેતાઓને અપૂર્વ લાભ પ્રાપ્ત થયા. ચામાસું પૂર્ણ થયા બાદ તેમણે સરખેજમાં પાલડીના એક શ્રાવકને દીક્ષા આપી કીર્તિસાગરજી નામ આપી સ્વશિષ્ય તરીકે સ્થાપન કર્યા. પાટણમાં ચામારું પૂર્ણ કરીને ગુરૂશ્રી સુખસાગરજીએ સંખેશ્વરજીની યાત્રા કરી અને ત્યાંથી સિદ્ધાચલની યાત્રા કરવા સારૂ પાલીતાણા તરફ વિહાર કર્યાં. તે વખતે તેમની સાથે શ્રી રગસાગરજી, ઋદ્ધિસાગરજી, અને અજીતસાગરજી વગેરે સાધુ હતા. વઢવાણુ વગેરે ગામેગામ વિચરતા તેઆશ્રી પાલીતાણામાં પધાર્યા અને શરીરની અશક્તિથી મહાક પર્વતપર ચઢી એ યાત્રાએ કરી પાલીતાણાથી વળા, ધંધુકા, અને કાટ થઈ તેઓશ્રી સાણંદમાં પધાર્યા. અજીતસાગરજીએ ગુરૂની આનાથી ગેરીતાવાળા ડાહ્યાભાઈ ને રાણપુરમાં દીક્ષા આપી શ્રી બુદ્ધિસાગરજીના શિષ્ય તરીકે સ્થાપન કરી દેવેન્દ્રસાગર નામ આપ્યું. શ્રીમદ્ બુદ્ધિસાગરજી પણુ અમદાવાદમાં ચોમાસું પૂર્ણ થતાં શેરીષાની યાત્રા કરી કલાલ થઇ પાનસરની યાત્રા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
For Private And Personal Use Only