________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધી હેળીને નિષેધ કરાવી પુનઃ વડોદરામાં પ્રવેશ કર્યો, અને શ્રીમત સયાજીરાવ ગાયકવાડના આગ્રહથી લક્ષ્મીવિલાસ પેલેસમાં તેમને ચિત્ર સુદિ ચોથના રોજ સાક્ષર સભા સમક્ષ બે કલાક પર્વત ઉપદેશ દીધું અને ત્યાંથી પાદરા, સરદ, ખંભાત,વસે, ખેડા, વગેરે ગામમાં ઉપદેશ દેતા દેતા અમદાવાદમાં ગુરૂમહારાજની પાસે આવ્યા. અમદાવાદમાં જેઠ માસમાં સ્થાનકવાસી સાધુપણાનો ત્યાગ કરીને મુનિશ્રી અમીરૂષિજીએ શ્રીમદ્ બુદ્ધિસાગરજી પાસે સં. ૧૮૬૫ ના જેઠ વદિ અગિયારસના રેજે દીક્ષા અંગીકાર કરી. અને તેમનું અજીતસાગ
રજી નામ સ્થાપ્યું. અમદાવાદમાં ગુરૂ સ. ૧૯૬૫ અમદાવા- મહારાજની આજ્ઞાથી બુદ્ધિસાગરજીએ દમાં ચોમાસું વિશેષાવશ્યકની વ્યાખ્યાનમાં વાચના
શરૂ કરી તેથી અમદાવાદના શ્રેતા શ્રાવકને તત્ત્વજ્ઞાનને અત્યંત લાભ પ્રાપ્ત થયું. શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ મણિભાઈ દલપતભાઈ, શેઠ જગાભાઈ દલપતભાઈ, શેઠ હીરાચંદ કકલ, શેઠ મેહનલાલ મગનલાલ, હીરાચંદ સજાણજી, શ્રોતા છોટાલાલ લખમીચંદ વગેરે શ્રાવકે તથા શેઠાણું ગાબેન, ચંચળબેન, મુક્તાબેન, સરસ્વતીબેન, ભાગ્ય બેન અને માણેકબેન, વગેરે શ્રાવિકાઓએ તથા સાધીશ્રી હર્ષશ્રી વગેરેએ વિશેષાવશ્યક શ્રવણ કરવાને સારો લાભ મેળવ્યું.
www.kobatirth.org
For Private And Personal Use Only