________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
અભાવે તે ગુરૂની આજ્ઞાઓને સ્મરણ કરવા લાગ્યા અને અત્યંત વૈરાગ્ય ભાવે ચારિત્રની આરાધના કરવા લાગ્યા. જ્ઞાનીને ગુવિયોગ પણ વૈરાગ્યાદિ હેતુ રૂપે પરિણમે છે. ગુરૂના ઉપદેશ પ્રમાણે તેએ દરરાજ ધર્મમાં પ્રવૃત્તિ કરવા લાગ્યા. ગુરૂભક્તિયોગે તેઓએ ગુરૂની દેરી બંધાવવા સંબંધી ઘટત ઉપદેશ આપ્યા. સંવત ૧૯૫૪ની સાલનું ચામાસું મહેસાણામાં કર્યું અને આત્મહિત પ્રવૃત્તિમાં વિશેષતઃ ઉઘુક્ત થયા. ચામાસું પૂર્ણ થતાં તેઓશ્રીએ પેથાપુરના શેઠ રવચંદ
ગાંધીએ કાઢેલા સિદ્ધાચલ યાત્રાના સંધની સાથે વિહાર કરી સિદ્ધાચલ-
વિહાર.
ગિરનાર વગેરે તીર્થાની યાત્રા કરી. કાઠીઆવાડમાં વિહાર કરી સમાગમમાં આવનાર અનેક મનુષ્યોને ધર્મોપદેશ આપી ધર્મ માર્ગમાં દૃઢ કર્યા. લીમડી, વીરમગામ, રામપુરા, ભાયણી અને જોટાણા થઈ તેઓશ્રી પાલણપુર પધાર્યા. પાલણપુરના શ્રાવકાએ ગુરૂ સેવાકારક શ્રી સુખસાગરજી મહારાજના પર અત્યંત પ્રેમ ધારણ કર્યાં. સાગરસંઘાડાના શ્રાવકોએ ગુરૂશ્રી સુખસાગરજી મહારાજને ચામાસું કરવા વિજ્ઞપ્તિ કરી. સં. ૧૯૫૫ ના વૈશાખ માસમાં મુનિરાજશ્રી ભાવસાગરજી મહારાજે જોટાણા પાસેના તેલાવી ગામમાં દેહાત્સર્ગ કર્યા તેથી તેમના શિષ્ય ન્યાયસાગરજીને પાલણપુરના શ્રાવકાએ શ્રીભાવસાગર
www.kobatirth.org
For Private And Personal Use Only