________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રવણુ કરી હૃદયમાં ઉતારવા માટે શ્રીમદ્ સુખસાગરજીને ગુરૂસેવારૂપ સુપ્રસંગ જે પ્રાપ્ત થયે તેની ગુરૂશ્રીસુખસાગરજીએ સફલતા કરી. ગુરૂ શ્રી રવિસાગરજીએ વૈયાવચ્ચ-સેવા-ભક્તિથી આકર્ષાઈ ગુરૂ પરંપરાએ આવેલી ચમત્કારિક આજ્ઞાનું શ્રી સુખસાગરજીને સમર્પણ કર્યું. અગિયાર વર્ષ પર્યત શ્રી ગુરૂ સુખસાગરજીએ ગુરૂમહારાજની અખંડ અનુપમ સેવા કરી. શ્રી ગુરૂ રવિસાગરજી મહારાજની સત્તર વર્ષની ઉમર
થઈ હતી. મેહસાણાના ઉપાશ્રયમાં ગુરજીની છેલ્લી સં. ૧૯૪૮, ૧૯૪૪, ૧૫૦, ૧૮૫૧, અવસ્થા અને ૧૯૫૨, ૧૯૫૩ અને ૧૮પ૪ એ છે દેહત્સર્ગ. વર્ષથી સ્થિર વાસ કર્યો હતે. છેલ્લી
વખતે તે શ્રીમદ્ રવિસાગરજી મહારાજને ઉપાશ્રયમાં હાલવા ચાલવામાં પણ અશક્તિ જણાતી હતી. તેવા પ્રસંગે મહેસાણુના સંઘે ભક્તિ કરવામાં અહોભાગ્ય જાણ્યું. સંવત ૧૮પ૪ ના જેઠ સુદિ ચંદશના રોજ તેમની મુખ્ય શિષ્ય ઉત્તમ સાધ્વીશ્રી દેવશ્રીએ દેહોત્સર્ગ કર્યો તે સમયે શ્રી ગુરૂએ કહ્યું હતું કે હવે મારા શરીરમાંથી આ જેઠ માસમાં આત્મા મુસાફરી કરશે. જેઠ વદિમાં હવે તેમનું શરીર વિશેષતઃ અશક્ત જણાયું. જેઠ વદિ દશમની રાત્રીએ તેમનું શરીર વિશેષ માંદગીવાળું થયું. જેઠ વદિ ૧૧ ના
www.kobatirth.org
For Private And Personal Use Only