________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેમિસાગરજીનું અનુભવ જ્ઞાન, શ્રી રવિસાગરજીએ પ્રાપ્ત કર્યું હતું. સેવાના બળે સર્વ શાસ્ત્ર અને આચારોના સારરૂપ જે અનુભવજ્ઞાન શ્રી રવિસાગરજી ગુરૂએ પ્રાપ્ત કર્યું હતું તે જ્ઞાન પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય ખરેખર ગુરૂશ્રી સુખસાગરજીને પ્રાપ્ત થયું. પત્તાં રેવા રવિ સટા મહન્તોની સેવા સદા સફળ હોય છે. ગુરૂની સેવાથી જે પ્રાપ્ત થાય છે તે અન્ય કશાથી પ્રાપ્ત થતું નથી. ગુરૂશ્રી રવિસાગરજીએ પ્રેમથી આકર્ષાઈશ્રીસુખસાગરજીને અનેક પ્રકારના અનુભવો આપ્યા તેથી તેમનું હૃદય દિવ્ય
બન્યું. દિવ્યદય જ્યાંસુધી થાય નહિ અનુભવ, ત્યાં સુધી અનુભવ પ્રાપ્ત થયે એમ
કથી શકાય નહિ. હૃદયમાં અનુભવ થવાથી આતરચારિત્રની દઢ ભૂમિ થાય છે. ગુરૂ પાસેથી જે જે બાબતના અનુભવે મળે છે તે જીવતાં શા છે. ઉચ્ચ સદ્વર્તન માટે અનુભવની ખાસ જરૂર છે. શ્રી રવિસાગરજી ગુરૂની સત્તાત્તર વર્ષની ઉમર થઈ હતી અને સુડતાલીશ વર્ષને દીક્ષા પર્યાય થયે હતો તેથી તેમના સમાગમમાં અનેક વૃદ્ધ સાધુઓ, શ્રી પૂજ્ય અને યતિ આવ્યા હતા. અનેક ધર્મચર્ચાઓ અને ક્રિોદ્ધારનું વાસ્તવિક સ્વરૂપ તેમણે અનુભવ્યું હતું. દ્રવ્ય ક્ષેત્રકાસભાવાનુસારે ચારિત્રનું સ્વરૂપ અનુભવ્યું હતું. તેથી ઉપર્યુક્તાદિ સર્વ બાબતોને અનુભવ
www.kobatirth.org
For Private And Personal Use Only