________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
મેદના કરવા લાગ્યા. સાંકળચછ સાધુઓની સેવા અત્યંત પ્રવૃત્તિથી કરવા લાગ્યા. ગુરૂ શ્રી રવિસાગરજીની આજ્ઞા પ્રમાણે શ્રાવકનાં ત્રતા પાળવા લાગ્યા. સાંસારિક વ્યાપાર કરતાં ધાર્મિકવ્યાપારપ્રવૃત્તિમાં તેમને રસ પડવા લાગ્યા. તેમનું જીવન ત્યાગીએના જેવું થવા લાગ્યું અને સાંસારિકવ્યાપારપ્રવૃત્તિ લુખ્ખા પરિણામથી થવા લાગી. તેમનું ચિત્ત તે! ધર્મમાંજ મગ્ન રહેતું હતું. છતાં વ્યવહાર કરજો-સાંસારિક વ્યાપારજીનનપ્રવૃત્તિને નિરાસક્તપણે સેવવા લાગ્યા.
શ્રી સાંકળચંદજી ભરૂચથી વ્યાપારને અનુભવ મેળવવા નિમિત્તે સુરત એક શેઠને ત્યાં રહ્યા અને ત્યાં વિરાજમાન મુનિરાજશ્રી રત્નસાગરજીની અમૃતદેશનાનું પાન કરવા લાગ્યા અને આત્માનું વાસ્તવિક સુખ મેળવવાના વિચારો કરવા લાગ્યા. સુરતમાં તેમને અનેક મુનિયાના પરિચય થયા. અનેક પ્રકારને ધાર્મિક અનુભવ તે મેળવવા લાગ્યા. કેટલાક વર્ષે સુરતમાં રહીને પશ્ચાત્ તેએ સ્વજન્મભૂમિ પાટણ શહેરમાં આવ્યા. પાટણમાં આવ્યા બાદ અનેક જાતની ગૃહકર્તવ્ય કરણીનો અનુભવ કરવા લાગ્યા તેથી તેમને સંસારની અસારતાને પૂર્ણ અનુભવ થયો અને તેની સાથે સત્ય વૈરાગ્ય પ્રગટયા. અધ્યાત્મસારમાં મેહભિત વૈરાગ્ય, દુ:ખાદ્ભુત વૈરાગ્ય અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એ ત્રણ પ્રકારના વૈરાગ્યાનાં
www.kobatirth.org
For Private And Personal Use Only