________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમને માતાપિતાદિ તરફથી મળ્યા હતા તેથી તેમણે શિક્ષકને વિનય સારી રીતે સાચવ્યું. વિનયપૂર્વક ગ્રહણ કરેલી વિધા સદા સ્થિર અને શુભફળ સમર્પે છે. વિનય વિના ગ્રહેલી વિધા આસુરી સંપતની વૃદ્ધિ કરે છે. સર્વ ગુણેનું મૂળ વિનય સેવા છે. વિનય સેવાને બળે તેમણે સ્વક્ષપશમના અનુસારે શિક્ષકનું મન રીઝવીને વિદ્યા સંપાદન કરી ગામઠી શાળાને અભ્યાસ તેમણે કેટલાક વર્ષ પર્યન્ત કર્યો. શિક્ષકની આપેલી ઘણું શિક્ષાઓને તેમણે સ્વહૃદયમાં પરિણમાવી. પાઠ ગોખી જવા અને ભાષાનું જ્ઞાન મેળવવું એટલા માત્રથી શિક્ષણની સમાપ્તિ થતી નથી. પૂર્વે ગ્રામ્યશાળાના શિક્ષકનું સ્વતંત્ર શિક્ષણ ગ્રાહ્ય હતું. જ્યાં સુધી બાળકે વ્યાવહારિક અને ધાર્મિક શક્તિઓને પ્રાપ્ત કરી દેશ-સમાજકબિ અને સ્વની ઉન્નતિ કરવા સમર્થ થાય નહિ ત્યાં સુધી પરિપૂર્ણ કેળવણી ગણી શકાય નહિ, સાંકળચંદને ગ્રામ્યશાળામાં-(પ્રાચીન પદ્ધતિની વ્યાવહારિક શાળામાં) જે શિક્ષણ મળ્યું હતું તે તે કાળની સ્થિત્યનુસારે ઉચ્ચ હતું. ગુણે શિક્ષક અને હૃદયગ્રાહી શિક્ષક દ્વારા મળનારી કેળવણીથી સદ્વર્તનના ઉચ્ચ સંસ્કારોની અસર હદય પર થાય છે. અભ્યાસની સાથે સાંકળચંદે હૃદયગ્રાહી સવર્તનનું શિક્ષણ મેળવ્યું કે જે શિક્ષણથી તેમની ભવિષ્યની જીંદગીની ખરેખરી ઉન્નતિ થઈ.
www.kobatirth.org
For Private And Personal Use Only