________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
આ કહેવત અક્ષરશઃ સત્ય છે. પૂર્વ બાલ્યાવસ્થા, ભવના ઉચ્ચ સંસ્કારની ચેષ્ટાઓ તેમની
બાલ્યાવસ્થામાં જણાવા લાગી. માતપિતાની સાથે દરરોજ દેવદર્શન જવાને અત્યંત પ્રેમ ખીલવા લાગે. ગુરૂદર્શન દરરોજ કરવામાં તેમની સ્વાભાવિક પ્રીતિથી પ્રવૃત્તિ વધવા લાગી. બાલ્યાવસ્થામાંજ માતપિતાના અને કુટુંબીજના શુભ વિચારે અને આચારોને તેઓ ગ્રહણ કરવા લાગ્યા. બાળકોની સાથે રમતગમત કરતાં પણ તેઓશ્રીને ઉચ્ચ વિચારેની ચેષ્ટા સહેજે પ્રેક્ષકોને જણાવા લાગી. માતપિતાને પજવવાની ટેવ તે તેમનામાં જણાતી નહતી. માતા અને પિતા તેમને જે જે શુભ શિખામણ આપતા તેના પર તેમને બહુ પ્રેમ વધવા લાગે. ધમી માતપિતાના ઉચ્ચ શિક્ષણથી તેમની બાલ્યાવસ્થામાં ધર્મને સુદઢ પાયે રચાયો કે જેથી ઉતરાવસ્થામાં તેની સુંદરતા-સુરમ્યતા સ્પષ્ટ દેખાઈ. | શિક્ષણ યાને કેળવણુ માટે માતપિતાએ વિચાર કરીને
તેમને ગ્રામ્ય (ગામઠી) શાળામાં શિક્ષણ, અભ્યાસ કરવા મેકલ્યા. સાંકળચંદની
તીક્ષણ બુદ્ધિ અને સારગ્રાહી બુદ્ધિ હતી. શિક્ષકને વિનય કરીને વિધા ગ્રહણ કરવાના વિચારે
www.kobatirth.org
For Private And Personal Use Only