________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુખસાગરગુરૂ સ્તવન,
(નાથ કૈસે ગજકે બંધ છુડાએ રાગ.) નમું મુનિ સુખસાગર ગુરૂરાયા, સુરનર-મુનિ ગુણ ગાયા, નમું, વૈયાવચ્ચી શાંત દાંત સંત, જીવદયા ગુણદરિયા પંચમહાતપાલન પૂરા, સાગર ઉપમા વરિયા.
નમું. ૧ વિદ્યમાન મુનિ સંઘ સવાયા, સરલ સ્વભાવે સુહાયા; પંચ સમિતિ ધારક શૂરા, ગુપ્તિએ ચગી ગવાયા. નમું. ર ગુરૂ વૈવાચ્ચી પ્રેમી પૂરા, ઉત્તમ પદવી પાયા; સમતા ગંગા નીર વહાયા, સેવક એમાં ન્હાયા.
નમું. ૩ પ્રભુમાં લીન કરી મન જીવ્યા, રાગ ને રષ સમાયા; બાલ્યથકી બ્રહ્મચારી સાચા, ધર્મ કમાણુ કમાયા, એગણિશ અગત્તર ચોમાસું, અમદાવાદમાં આવ્યા; અષાડ વદિ ત્રીજ સૂર ઉગમે, ધ્યાને સ્વર્ગે સિધાવ્યા. નમું, ૫ ગુરુગુણ ગાવું ગુરૂ દિલ ધ્યાવું, ગુરૂગુણ જગમાં છવાયા; ગુરૂકૃપાએ આતમ અનુભવ, પાયા પ્રભુ પ્રગટાયા. નમું. ૬ સહાય કરો ગુરૂ શિષ્યને પ્રેમ, ગુરૂ નામ જાપ જપાયા; બુદ્ધિસાગર સદ્દગુરૂ ધ્યાયા, મેસાણ ગુણ ગાયા. નમું, ૭ સં. ૧૯૭૮ આષાઢ શુક્લ દ્વતીયા. ગુરૂજતીગાન.
નવપદ એળીનું સ્તવન. (પ્રીતલડી બંધાણીરે અજિત જિમુંદશુ–એ રાગ,) નવપદ ળીરે કીજે અતિશય ભાવથી, શ્રીપાલમયણ પિઠે નર ને નારજે, અરિહંત સિદ્ધ ને સૂરિ વાચક મુનિવરા, દર્શન જ્ઞાન ચરણ તપ નવ સુખકારે.
વપદંડ: 1 પદ પદ આંબિલ નવકારવાલી વીશને, ગણીએ કરી ષ આવશ્યક બેશજે; કર્મ નિકાચિત રેગે આ ભવમાં ટળે, ઉપસર્ગો સંકટ નાસે સહુ કલેશ જે.
નવપદ૦ ૨
For Private And Personal Use Only