________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીર સ્તુતિ. વીર પ્રભુમય જીવન ધારે, સર્વ જાતિ શક્તિથી, દોષ ટાળી સગુણ લેશે, બનશે મહાવીર વ્યક્તિથી સ્વને પણ હિમ્મત નહિ હારે, કાર્યોની સિદ્ધિ કરે, વીર પ્રભુ ઉપદેશે કાંઈ, અશક્ય નહિ નિશ્ચય ધરે. ભાવભાવને માની લેઈ, ઉદ્યમ નહિ મૂકે જને, કર્મ પ્રમાણે થાશે માની, આળસુ નહિ ક્યારે બને; મૃત્યુ પાસે આવે તે પણ, ઉદ્યમ શ્રદ્ધા રાખશે, સર્વે તીર્થકર ઉપદેશે, તેથી શિવફલ ચાખશે. શ્રુતજ્ઞાનીને ઉદ્યમથી, સિદ્ધિ સહુ વાત થતી, માટે કાર્યોદ્યમ નહિ ચુકે, ભૂલો નહિ ઉદ્યમ ગતિ, કલિયુગમાંહી સંઘ ચતુવિધ, ઉદ્યમથી ચઢતી લહે, મહાવીરની વાણું સમજાતી, ભક્તોને શક્તિ વહે. શક્તિ અનંતી આતમમાંહી, ભૂલી કયાં ભૂલા ભમે, આત્મશ્રદ્ધા રાખે ભવ્ય, દુષ્ટવૃત્તિયો દ; સત્ય શર્મ છે આતમમાંહી, જડમાં સુખ આશા તજે, સિદ્ધાયિકા હાય કરંતી, ઉદ્યમથી મુકિત સજે.
સિદ્ધાચલ સ્તવન. (શ્રી સિદ્ધાચલને ભેટવા. એ રાગ,) સિદ્ધાચલ યાત્રા કરે, ભવી સાચા ભાવે; શત્રુજ્યને સેવતાં, રોગ શોક ન આવે. સિદ્ધાચલ. ૧ દ્રવ્યથી શત્રુંજયગિરિ, ભાવે આતમ પોતે, ધ્યાનસમાધિગથી, મળે તિજોતે. સિદ્ધાચલ. ૨ શત્રુજ્યગિરિ નામ સહુ, આતમનાં પ્રમાણે, દ્રવ્ય તે ભાવને હેતુ છે, એ નિશ્ચય આણે. સિદ્ધાચલ. ૩ આત્મા અસંખ્યપ્રદેશ છે, તેમ ગિરિ પ્રદેશો; સમકિત પ્રગટે આદિમાં, આદિનાથ મહેશે. સિદ્ધાચલ. ૪
For Private And Personal Use Only