________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિસુવ્રત ચેત્યવંદન, ભાવ મુનિસુવ્રતપણું, પ્રગટાવીને જેહ, મુનિસુવ્રત પ્રભુ જિન થયા, વંદુ તે ગુણગેહ. ક્ષાયિકભાવે આત્મમાં, ક્ષાયિક લબ્ધિ ધારી; મુનિસુવ્રતને વંદતાં, રહે ન જડની યારી. મુનિસુવ્રતપણું આત્મમાં એ, જાણું પામે ભવ્ય, મુનિસુવ્રત જિન ઉપદિશે, એવું નિજ કર્તવ્ય.
મુનિસુવ્રત સ્તુતિ, સમકિત ને ચારિત્રથી, મુનિસુવ્રત થાવે, ઘાતકર્મ વિનાશતાં, પ્રભુતા ઘટ પાવે, રાજગ ચારિત્રમાં, શુદ્ધ ઉપયોગ સમતા, મન વચ કાયની ગુપ્તિથી, પરમાત્મરમણતા.
નમિનાથ ચૈત્યવંદન. આતમમાં પ્રણમી પ્રભુ, થયા નમિ જિનરાજ નમવું ઉપશમ ક્ષાયિકે, ક્ષોપશમે સુખકાજ, નમ્યા ન જે તે ભવ ભમ્યા, નમી લઠ્ઠા ગુણવૃંદ નમિ પ્રભુએ ભાખિયું, સેવા છે સુખ કંદ. આતમમાં પ્રણમી રહી છે, સ્વયં નમિ ઘટ જોવે, ધાનસમાધિ વેગથી, આત્મશક્તિ નહિ વે.
નમિનાથ સ્તુતિ નમિ જિનેશ્વર સેવા ભકિત, જગની સેવા ભક્તિ, નિજ આતમની સેવા ભક્તિ, એક સ્વરૂપે શતિજી; નામ રૂપથી ભિન્ન નિજાતમ, ધારી પ્રભુ જે ધ્યાવેજ, પ્રારબ્ધ છે કર્મને ભેગી, તે પણ ભેગી ન થાવેજ. ૧
For Private And Personal Use Only