________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાંતિ ન ધ ને માનથી તેમ માયા ને લેશે, શાંતિ ન શાસ્ત્રાભ્યાસથી જડમાં મન લે; શાંતિ ન બાહ્ય પદાર્થથી હું ને મારું માને, સર્વ જિનેશ્વર ભાખતા શાંતિ આતમસ્થાને. સંકલ્પ ને વિકલપથી મન શાંત ન થાવે, અજ્ઞાન ને મેહભાવથી કે શાંતિ ન પાવે, નામરૂપનિર્મોહથી જિનવાણી જણાવે, શાંતિ આતમમાં ખરી અનુભવથી આવે. મનને મારતાં આત્મમાં સત્ય શાંતિ સ્વભાવે, મન સંસાર ને મુક્તિ છે સમજે શિવ થાવે, આતમમાં મન ઠારતાં નિજ પાસ છે શાંતિ, શાસનદેવી સહાયથી રહે નહિ કેઈ બ્રાન્તિ.
કુંથુનાથ ચિત્યવંદન. શુદ્ધ સ્વભાવે શાંતિને, પામ્યા કુંથુ જિનંદ, કુંથુનાથ નિજ આતમા, સમજે નહિ મતિમન્દ. મનની ગતિ કુંઠિત થતાં, વૈકુંઠ મુક્તિ પાસે, ક્રોધાદિક દરે કરી, તે હર્ષોલ્લાસે. બાહિર દૃષ્ટિ ત્યાગથી, આતમષ્ટિગે, કુંથુનાથ ધ્યાવે સદા, નિજના નિજ ઉપગે.
કુંથુનાથ સ્તુતિ. કુંથુનાથમય છે ને ભવ્ય, કુંથુનાથ આરાધોજી, આતમરૂપે થે ને આતમ, સિદ્ધિપદને સાધોજી, આસક્તિવણુ કર્મો કરતાં, આતમ નહીં બંધાયજી, કરે કિયા પણ અક્રિય પતે, ઉપયોગે પ્રભુ થાય. ૧
For Private And Personal Use Only