________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહને પડદો રે, થાતાં શુદ્ધાતમ કુર, પછી રહે ન કિંચિત્ ભેદ, કર્મ સહુ જા ભાગ્યાં. પ્રભુ ૨ કાચી બે ઘડીમાં મળવું, તિમાં તે ભળવું, એવું અનુભવ નિશ્ચયભાન, જીતનગારાં વાગ્યા. પ્રભુ શુદ્ધાપગે સંગી, અંતરધાને રંગી, બુદ્ધિસાગર પ્રભુ હજુર, મલ્યા નહિ માગે માગ્યારે. પ્રભુ ૪
2ષભદેવ સ્તુતિ. અષભજિનેશ્વર સમ નિજ આતમ, સત્તાએ છે ધ્યાવે, તિભાવને દૂર કરીને, વ્યક્તિભાવે લાવે; આતમને પરમાતમ કરવા, અસંખ્ય ભિન્ન છે, સમ ઉપગે સર્વે મળતાં, સાપેક્ષાથી અભિન્ન છે. ૧ ભિન્ન ભિન્ન મત દર્શન પંથે, નિરપેક્ષે મિથ્યા સદા, સાતનની સાપેક્ષાએ, જાણે સમ્યક્ત્વ જ તદા; જૈનધર્મમાં સર્વે ધર્મો, સાપેક્ષે સમાય છે, જૈનધર્મ સેવે સહુ ધર્મો, સેવ્યા દેવ ગાય છે. જિનવાણી જાણુતાં જાણ્ય, સર્વે એ નિશ્ચય ખરે, જગ જાણ્યે સહુ આતમ જાણે, એવા નિશ્ચયને ધરે, આતમશુદ્ધિ માટે સર્વે, બાહ્યાંતર ઉપાય છે, જેને જેથી શુદ્ધિ થાતી, તેને તેજ સહાય છે. બહિરાતમને અંતરઆતમ, કર આતમજ્ઞાનથી, અંતરઆતમને પરમાતમ, કર ધ્યાનના તાનથી; અંતરઆતમ તે પરમાતમ, જાણે પ્રભુને સેવતા, તેવા જ જિનતા પામે, હાય કરતા દેવતા.
For Private And Personal Use Only