________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાણંદ શ્રીપદ્મપ્રભુજીને પ્રતિષ્ઠા મહોત્સવની નં.
ગનિષ્ટ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમદ્દ બુદ્ધિસાગરસૂરીશ્વર જીનું સંવત ૧૯૭૭નું ચાતુર્માસ ત્યાંના શ્રી સંધના આગ્રહથી સાણંદ ગામમાં થયું હતું તેઓ શ્રી સાથે તેમના શિષ્યશ્રી રૂદ્ધિસાગરજી તેમજ પ્રશિષ્ય વૃદ્ધિસાગરજી પણ હતા. ત્યાંના દેરાસરમાં મૂળનાયક શ્રી પહાપ્રભુજીની દૃષ્ટિ શાસ્ત્ર પ્રમાણે નહી છતાં કાંઈક વધુ ઉંચી હોવાનું સુરિજીને જણાવ્યું તે વાતથી સંધને વાકેફ કરતાં તે દોષ દૂર કરવા ફરી પ્રતિષ્ઠા સુરિશ્વરજીના હસ્તે કરવા નિર્ણય કરી તે પ્રતિષ્ઠા પર પધારવા સરિઝને આગ્રહ પૂર્વક વિનંતિ કરતાં તેઓશ્રીએ બનતા પ્રયત્ન આવવા વિચાર જણાવ્યા જેથી શ્રી સંઘે સલાટ મૂલચંદ ઉમેદરામને બોલાવી ફરી પ્રતિષ્ઠા કરાવવાને લગતુ કામ શરૂ કર્યું. સૂરિજી મહારાજનું સંવત ૧૯૭૮ની સાલનું ચોમાસું મેહેસાણું થયેલું હોવાથી ચોમાસું પૂર્ણ થએ સાણંદના સંધના આગેવાનો ગુરૂશ્રીને સાણંદ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપર પધારવા વિનંતિ કરવા ગયા જેથી એ ગુરૂશ્રીએ સાણદ આવવા સંવત ૧૮૭૯ ના માગશર વદિમાં મેહસાણેથી વિહાર કર્યો અને પાનસર આવી યાત્રા કરી બે દિવસ પૂજાઓ ભણાવી જે પ્રસંગે મહેસાણેથી સાથે આવેલા ભાઈઓએ બે દિવસ નકારશી જમાડી હતી ત્યાંથી આવતાં વામજ મુકામે સાણંદના ભાઈઓએ સ્વામીવાત્સલ કર્યું હતું માગશર વદિ ૧૪ ના રોજ આદરજ થઈ ત્યાંથી થળ થઈ પિસ સુદિ ૧ ના રોજ ગોધાવી પધાર્યા ત્યાં અઠવાડીયું સ્થિરતા કરી. સાણંદના ઘણા ભાઈઓ દરરોજ ત્યાં દર્શન માટે જતા હતા. એ
ત્યાંથી પિસ સુદિ ૮ ના બપોરે સાણદના સંધને ખબર આપ્યા સિવાય એકાએક ગુરૂશ્રી સાણંદ પધાર્યાં ને શ્રી સાગરગચ્છની નવીન બંધાવેલી વિશાળ જૈન ધર્મશાળાના ઉપાશ્રયે ઉતર્યા પણ નવીન કામને લીધે શરદીની અસર જણવાથી જેઠાભાઈ વેણચંદભાઈના ઉપાશ્રયે પધાર્યા પિસ વદિ ૧૪ થી પ્રતિષ્ઠા મહોત્સવની ધામધમ આનંદપૂર્વક શરૂઆત થઈ આ મહોત્સવ ઉપર પધારવા શ્રી સાણંદના સાગરસંધ તરફથી મેહસાણા. માણસા પેથાપુર, વિજાપુર, ગોધાવી, માંડલ, વીરમગામ, અમદાવાદ. મુંબાઈ, પ્રાંતીજ વિગેરે સ્થળે આમંત્રણ પત્રિકા મેલવામાં આવી હતી. જે નીચે મુજબ હતી –
For Private And Personal Use Only