________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
ચર્મચક્ષુથી દેખતારે, વસ્તુરૂપી નિરખાય, ઈન્દ્રિયાતીત તું કરે, જા ન ઇન્દ્રિયે જાય. પ્રભુ ૨ ચંચળ મન અસ્થિર છે રે, અસ્થિરમાં સ્થિર ના ભાસ; , રાગદ્વેષથી ધ્યાવતારે, થાય ને શુદ્ધપ્રકાશ. પ્રભુ૦ ૩ દર્પણ સમ જ ચિત્તમાંરે, વ્યાપક કયાંથી માય તુજ સ્વરૂપ થયા વિના, અનુભવ ધ્યાને ન થાય. પ્રભુ ૪ જિનરૂપ થઈ જિન ધ્યાવતરે, ધ્યાવવું હારૂં થાય; વીરપ્રભુ દિલ ધ્યાવતાર, બુદ્ધિસાગર સુખ પાય. પ્રભુ ૫
સં. ૧૯૬૯ આશ્વિન સુદિ , મુ. અમદાવાદ,
મુવિધિનાથ સ્તવન. (ત્રકષભજિનેશ્વર પ્રીતમ મહારેરે–એ રાગ. ) સુવિધિજિનેશ્વર સાહિબ માહીરોરે, ક્ષાયિક લબ્ધિ નિધાન; રૂપારૂપી પરમ પ્રભુ વિભુરે, ચિદાનંદ ભગવાન સુ ૧ ઈશાનેશ અરિહંત આતમારે, કર્તા હર્તા નાથ; બ્રહ્માંકેશ અલખ વિષ્ણુ ઘણીરે, શુદ્વાલંબન સાથ. સુ૨ વિશ્વભર તમહર દિનકર શશીરે, કેવલજ્ઞાનાધાર; લોકાલોકના ધારક જ્ઞાનથી, લીલા અપરંપાર, પરમબ્રહ્મ વ્યાપક સર્વત્ર છેરે, કેવલજ્ઞાનાપેક્ષ વ્યષ્ટિ સમષ્ટિ તારામાં રહીને, યજ્ઞાન સાપેક્ષ. નિરાકાર અલ્લાને રહિમજીરે, સાકારી મહાદેવ; બુદ્ધ શુદ્ધ બ્રહ્મા વીતરાગજીરે, સુરનર સારે સેવ. વ્યક્તિ શકિત પર્યાયાધાર રે, અવિચલ સુખને કંદ; નાગરનટ લીલા કરતા ઘણી રે, ટાળ્યા કમના ફંદ, સુe . સમતાસાગર ઉજાગરા સદારે, ઝળહળ જ્યોતિ રૂપ; બુદ્ધિસાગર ગુણગણમય ખરોરે, સર્વભુવનને ભૂપ. સુ૭.
૧૯૭૦ કાતિક કૃષ્ણ ૧૧ સોમવાર. મુપેથાપુર,
For Private And Personal Use Only