________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
મહાવીર સ્તવન મહાવીર!! તુજ પ્રેમદશા કંઈ ન્યારી, મરી જીભે બીજીવારી;
મહાવીર તુજ ઉપર જઉં છું સહુવારી, ખેંચાતુ દિલ તુજપર ભારી; મૂકયું અન્ય વિસારી, સ્વાર્પણ સહુ એ તુજને કીધું, પ્રેમાનન્ય વિચારી. મહાવીર. ૧ શુદ્ધાપગની આરતિ કરૂં હું, મુજ જીવનમાં પ્રેમ ભરૂં હું; મંગલ દીપ ભાવ ધારી, શુદ્ધ ચારિત્ર નૈવેદ્ય ધરું છું, હર્ષને ઘંટ વગાડી.
મહાવીર૦ ૨ યાખ્યા કરું ના કંઈ તલભારી, પ્રિય તું એક મનમાં ધારી, ઈચ્છું ન અન્ય મહારિ, ભાવ સૃતિ સમભાવે લાગે, લાગી ખરી તુજ યારી.
મહાવીર૦ ૩ હંતું એક રૂપ નિર્ધારી, અદ્વૈતભાવ થયે સુખકારી, શુદ્ધ પ્રેમ એક તારી;
તિજત મિલાવી સારી, ભેદપણું ન લગારી.
મહાવીર. ૪ દ્રવ્ય ગુણ પર્યાય વિચારી, અનુભવગમ્ય થયે ગુણકારી, અવઘટ ઘટની બારી; બુદ્ધિસાગર અલખ નિરંજન, જ્ઞાનાનન્દ વિહારી મહાવીર. ૫
સં. ૧૯૬૮ ભાદ્રપદ વદિ ૧૧. મુ અમદાવાદ
શ્રી વીરપ્રભુ સ્તવન, (નિશાની કહા બતાવું-એ રાગ.) પ્રભુ કેવી રીતે ધ્યાવુંરે, નિત્ય નિરંજન રૂપ. પ્રભુ શબ્દથકી સ્થાવું તનેરે, તું નહીં શબ્દ સ્વરૂપ; રૂપી શબ્દ, અરૂપી હિરે, શબ્દથી ન્યારું રૂપ પ્રભ૦ ૧
For Private And Personal Use Only