________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારી તે જ મારી છે, હૃદયમાં વાત ધારી છે, તમારી ભકિત છે યારી, અખંડાનંદ ગુણક્યારી. પ્રભુ તવ બાળ છે છેટે, કરેને રહેમથી માટે પટના કંદને કાપે, સદા સુખ, સિદ્ધનાં આપો. પ્રભુની ભકિતથી શક્તિ, પ્રગટતી આત્મની વ્યક્તિ પ્રભુને વંદતાં શાન્તિ, પ્રભુને વંદતાં કાંતિ. પ્રભુજી રહેમના દરિયા, પ્રભુજી જ્ઞાનથી ભરિયા; સેવકનાં કષ્ટ કાપને, સેવકને સુખ આપેને. પ્રભુના ધ્યાનથી તરણું, અનંતા સિદ્ધ સુખ વરશું; બુદ્ધબ્ધિ બાળને તારે, હૃદયની અર્જ અવધારે.
૧
ઈશ્વરસ્તુતિ.
(હરિગીત.) જય સત્ય ઈશ્વર વિશ્વવત્સલ સત્ય જતિ સુખકરા, શક્તિ અનંતિ વ્યક્તિમય તું પાપ ટાળે દુખહરા; જ્ઞાનથી તું મને ભાસક પ્રભે છે સર્વદા, નસુરા સુર વજિ પદકજ વંદું છું વિરજિન સદા.
જ્ય વિશ્વપૂજિત વિશ્વ તારક ધર્મધારક દેવ છે, જય સત્યજ્ઞાની પરમયોગી શુદ્ધ હારી સેવ છે, હે દેવના પણ દેવ વહેલા દયા કરી ઉગારજે, સમ્યકત્વ સ્થિરતા શીધ્ર આપી બાળને ઝટ તારજો. મન રાગને ઠેષજ સદા સંસારનું તે મૂળ છે, જિનતત્વને જાણ્યા વિના તે જાણવું તે ધૂળ છે. સહદેષનાં તે મૂળ નાસે જ્ઞાન એવું આપજે, નિજબાળને પ્રેમ કરીને ધર્મમાં સ્થિર થાય. હે પરમ કરૂણાવંત હાલા, સ્થાન હારું સાર છે, પરમાત્મવ્યક્તિ પરમવ્યક્તિ ભેગી તું નિર્ધાર છે.
For Private And Personal Use Only