________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
૧૦૩
૧૦૪
કાતિકશુકલ પૂર્ણિમા દિન કરશે જે યા; અપકાળમાં તે ભવિ, થાશે સગતિપાત્ર. તીર્થેશ્વર દર્શન થકી, નિર્મળ દષ્ટિ હોય; તે સિદ્ધાચળ વદીએ, અવર નહીં જગ કેય. અંતરશુદ્ધિ બાહાથી, નિમિત્તે કારણે ભાળ; અંતરૂતત્વ વિવર્ણના, કરજે સમજુ ખ્યાલ. દ્રવ્ય દુભેટે ભાવથી, સમ્યગૂ ગ્રહી અવધ, તે સિદ્ધાચળ વકોએ, કરી ચંચલતા રોધ. મતિમંદની વર્ણના, તેતે બાળક ચાલ; બુદ્ધિસાગર વંદતાં, પામે મંગલ માલ. સંવત ઓગણસ ઉપરે, બાસઠની શુભ શાલ કાતિકશુકલ પૂર્ણિમા, સ્તવના પૂર્ણ રસાળ. કરી ચોમાસું શાંતિથી, વિજાપુરમાં ખાસ સિદ્ધાચળ ગિરિ વંદના કરતાં તત્વ પ્રકાશ.
૧૦૫
૧૦૬
૧૦૭
૧૦૮
શ્રીપાશ્વનાથ સ્તવનમૂ.
(સયા એકત્રીસા) પાશ્વ જીનેશ્વર મંગલકારી, વન્દન જે વારંવાર તવ સેવન પૂજા ભક્તિથી, પામે પ્રાણ ભવને પાર અલખ નિરંજન નિર્ભયદેશી, મંગલમાલાના કરનાર જિનપતિમા જિન સરખી ભાખી, ભકિતથી આવે ભવપાર. ૧ ભગવતી રાયપાસે સૂવે, જિનપડિમાનન્દનના પાઠ જિનપરિમાપૂજાથી સંવર, સમજી ઠાલી મૂકે ઠાઠ. સમવસરણમાં જિનવર જેવી, જિનપડિમા વતે જયકાર વનદન પૂજન ભક્તિ કરતાં, પ્રાણી પામે ભવને પાર. ધનને માટે કાગળ નેટે, કાઢે છે જેવી સરકાર નેટેમાં પૈસા સાચા, જે આ જગને વ્યવહાર
For Private And Personal Use Only