________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
કામધેનુ સમ એ ગિરિ, વંછિત ફલ દાતાર વંદે પૂજે ભવિજના, અક્ષય પદ કરનાર, કામકુંભ સમ એહ ગિરિ, પંચમ ગતિને દેત; વંદે પૂજે ભવિજના, શ્રી શત્રુંજય ક્ષેત્ર. ફરી ફરીને નહીં મળે, માનવ ભવને દેહ વંદે પૂજે ભવિજના, સિદ્ધાચલ ગિરિ એહ. મનુષ્યજન્મ પામી ભવી, ભેટે નહિ ગિરિ એહ, માનું માત ઉદર વિષે, રહીયે પ્રાણુ તેહ, શશી સૂર્યવત્ એહ ગિરિ, કરતે ભાત, વંદે પૂજે ભવિજના, પ્રગટે નિર્મળ ત. ગુરૂતા મેરૂતણું પરે, તેની જગમાં થાય; જે સિદ્ધાચલ વંદતાં, નિર્મલશ્રદ્ધા થાય. એ સમ જગ કોને નહિં, જેમાં મહા ઉપકાર તે સિદ્ધાચલ વંદીએ, હવે જય જ્યકાર, મેહમહાગિરિ ભેદવા, પવિરામ તસ અવદાત; તે સિદ્ધાચળ વદીએ, કરીએ નિર્મળ યાત્ર વર્ણન વાણુથી કર્યું, કદીય ન પૂરું થાય; તે સિદ્ધાચળ વંદીએ, મહિમાવંત કથાય. અધુના પંચમકાળમાં વતે તસ મહિમાય, તે સિદ્ધાચળ વંદીએ, ભવભવ ભાવટ જાય. ભાવે યાત્રા જે કરે, પામે મુકિત તેહ, તે સિદ્ધાચળ વંદીએ, કર્મ રહે નહિ હ. ભવજલધિતટ પામવા, ઉત્તમ એહજ ઝાઝ તે સિદ્ધાચળ વંદીએ, સિદ્ધ સઘળાં કાજ. વિમલેશ્વર સેવન થકી, ઉપજે સિદ્ધિ ઉદાર, તે સિદ્ધાચળ વંદીએ, પંચમગતિ સુખકાર. - ૧૦૦ શ્રી સિદ્ધાચલની સ્પર્શના, કરીને ચરમ જીનેશ, એજનગામિની વાણથી, દીધે છે ઉપદેશ. ૧૧
For Private And Personal Use Only