________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
G
તન મન ધન મમતા ત્યજી, ભજ સમતા ઘટમાંય, ભાવે ગિરિને વંદતાં, લહીએ નહિ દુઃખ ક્યાંય પુણ્યરાશિ શુભભાવથી, મણિ કંચન ગિરિરાય; શુદ્ધભાવથી સેવીએ, અનેકાંતમત પાય. તારક વારક ચઉગતિ, અચલ મહાય નામ, તે સિદ્ધાચલ વંદીએ, ઠરીએ નિજ પદ ઠામ. જગ જયવંતુ તીર્થ એ, સહુ તીર્થ શિરદાર ભ ભાળે ભાવથી, પામે ભવજલ પાર. શાંત સ્વભાવે નિર્મલા, મુનિવર એ ગિરિ આય; અલખ અમરપદ પામીયા, શુદ્ધપરિણતિ ધ્યાય. ૫૧ પ્રદેશ રાજ્યતણુ, નયનાનંદ કરંત, વિશ્વપૂજ્ય ગિરિ વંદીએ, લહીએ ભવજલ અંત. રામ ભરત જ્યાં આવિયા, મહિમા સુણી અપાર; ગિરિ સેવન ગિરૂઆ થઈ, લહ્યા સતિ નિરધાર. ૫૩ પાંડવ પ્રમુખ એ ગિરિ, આવ્યા મન ઉલ્લાસ ભાવે ગિરિવર સેવતાં, મુક્તિપુરીમાં વાસ, સર્વપદ સાધીયું, સાંબ પ્રદ્યુમ્ન કુમાર તે સિદ્ધાચલ વંદીએ, નાશે કર્મવિકાર સંપ્રતિ કાળે આવીયા, વેવીશે જિનરાય; તેવીશ વિષય શમાવવા, ભજીએ ગિરિવરરાય. જિનાજ્ઞા જિનતત્ત્વની, કરણી કહે નિષ્કામ; ભવ્ય એવા સેવીને, પામે અવિચલ ધામ. દશક્તિ એહ નામથી, ભજતા ભવિયણ કેય; તેહ સિદ્ધાચલ વંદીએ, સમકિત નિર્મલ હાય, અચલતિના નામથી, સેવે શુદ્ધ સદાય; તેહ સિદ્ધાચલ વંદીએ, ભવભય ભ્રાંતિ જાય. સાર્થક સહજાનંદ એ, નામે ગિરિવર હેય, સેવે ધાવે ભવિજના, ભવપાતિતતિ ખેાય.
For Private And Personal Use Only