________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવીર સ્તવન, ગા ગા ગાવે રે, મહાવીર પ્રભુ ગુણ ગાવે. ગા. એ ટેક, આઠ કરમ ક્ષયકીધા સ્વામી, નિશદિન નમન પ્રભુ ચારે. મહાવીર. ૧ ત્રિશલાનંદન જગજનવેદન, તીન ભુવનમાં ચારે. મહાવીર. ૨ સિદ્ધારથસુત વંદે ભાવે, જેથી શિવસુખ પારે. મહાવીર પદ્મપ્રભુ જિન મંડળી ગાવે, વિરપ્રભુને વધારે. મહાવીર. ૪ બુદ્ધિસાગર તન મન ધનથી, વીરપૂજા વિચારે. મહાવીર. ૫
પાર્શ્વનાથ સ્તવન પ્રભુ પાસ સે હિત લાય, રેગ સોગ દુર જાયરે. પ્રભુ પાસ સેવે સેવે સે ભવિ હિતાય, કર્મ કલંક કટારે. પ્રભુ પાસ પાર્શ્વપ્રભુ પૂજા કરશું નિત્ય, ઉલટ એહવી થાયરે. પ્રભુ પાસ) પાર્શ્વ પ્રભુ વદ ધરી બહુ પ્યાર, તીન ભુવન વખણાયરે. પ્રભુ પાસ પદ્મપભુ મંડળ પૂરે આશ, બુદ્ધિસાગર ગુણ ગાયરે. પ્રભુ પાસ
ચૈત્યવંદન, પદ્મપ્રભુ જિન સેવીએ, આણું મનમાં પ્યાર; પદ્મપ્રભુ જિનદેશના, સાંભળતાં ભવપાર. આઠ કર્મના નાશથી, પામ્યા શિવપુર સાર; આપ પસાયે દાસને, લાગે શિવપર ચાર. કરે કર્મના અંતને, વરવી મુક્તિ નાર; બુદ્ધિસાગર દિલ ધરી, આશા શિવપદ સાર.
સુમતિનાથ સ્તવન, (શીખવજીરે અરજી કરે તે સ્વીકારે-એ રાહ) પ્રભુ સુમતિરે સુમતિ આપે પ્યારા, મુજ પ્રાણતણું આધારા પ્રભુ કેઈક દિનની વેળારે, સંસારમાં રીમિયા ભેળારે, ખાતા પીતારે રમતા હરતા ફરતા, સુખ દુઃખની વાત કરતા. પ્રભુ ૫
For Private And Personal Use Only