________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તવને રૂચે છે. એમ ભિન્ન ભિન્ન દશાવાળા છને ભિન્ન ભિન્ન સ્તવને રચે છે અને તે સ્વદશાએ પસંદ કરે છે એમ તેમની સ્વરૂચિ સ્વતંત્રતા છે. તે કોઈનાથી છીનવી લેવાય તેમ નથી. જેને જેમાં રસ પડે તે તે સ્તવન વગેરેથી પ્રભુની ભક્તિ કરીને આત્માની શુદ્ધિ કરે. બાલ મધ્યમ અને જ્ઞાની એમ ત્રણ્ય પ્રકારના છ હોય છે. એક મનુષ્યમાં ત્રણ દશાઓ પ્રગટે છે. બાલકાલમાં જે સ્તવને રૂચે છે તે મધ્યમ દશામાં રચતાં નથી અને મધ્યમ દશામાં જે રૂચે છે તે રાની દિશામાં રચતાં નથી. કેઈને ભાવમુખ્ય સ્તવને રૂચે છે. કોઈને સાહિત્ય કલાવિધાન દૃષ્ટિવાળાં સ્તવન રૂચે છે. કોઈને આત્મજ્ઞાન ગર્ભિત સ્તવને રૂચે છે. તેથી સ્તવનો અમુક રીતિ કલાએ જ રચાયેલાં હોવાં જોઈએ એ સાર્વદેશીય નિયમસિદ્ધ થતું નથી, કારણ કે તેમાં રૂચિભાવની મુખ્યતા છે અને તેવી સ્વતંત્રતા પર કોઈનાથી સાહિત્ય વિષયક કાયદાઓને ઘડીને અંકુશ મૂકી શકાતો નથી. લઘુ બાલકના અવ્યક્ત શબ્દો-કાલાઘેલા શબ્દો પણ તેના માબાપને પ્રિય લાગે છે. પિતાને જે પ્રિય ન લાગતાં હોય એવાં સ્તવને વગેરે અવશ્ય અન્યોને પ્રિય લાગે છે અને તેવી તેઓની ભાવના ખીલે છે તેથી ત્યાં અમુક નિયમ કલાવિધાન કાયદાઓની પરતંત્રતાને કઈ કરે નહિ. સત્ય રહસ્ય તે એ છે કે જેને જે રૂચે તે ગ્રહે, અને ન રૂચે તેનું ખંડન ન કરે. ભક્તિવિષય સ્તવનોથી આત્માની અશહિ તો થતી નથી તેથી તેના ખંડનની માથાકુટમાં પડવાની જરૂર રહેતી નથી. સ્તવન વગેરે કર્તાનું હૃદય છે. ઉદ્દગારવાળાં સ્તવન વગેરેમાં તેના રચયિતાની દશાનું પ્રતિબિંબ પડ્યા વિના રહેતું નથી. સમાન દશાવાળાને સ્વદય ભાવ સરખાં સ્તવને રૂચે છે તેથી અમુક સારૂં વા અમુક નરસું કહેવાનો સાર્વજનિક દષ્ટિએ અધિકાર નથી. કલાવિધાન સ્તવન નસાહિત્યમાં ભિન્ન ભિન્ન વિષયરૂચિ હોય છે તેથી એક સરખો કાયદો સર્વને લાગુ પડતો નથી, ભાવનગરના રહીશ. સુશ્રાવક કુંવરજીભાઈના પુત્ર પરમાનંદ, જે આવી દષ્ટિએ સ્તવનેની પ્રિયતાને વિચાર કરશે તે તેઓ અનેક દૃષ્ટિની અપેક્ષાનું સ્તવનસાહિત્ય સ્વરૂપ વિચારીને શાંત સાપેક્ષ દૃષ્ટિવાળા બનશે. પોતાની દૃષ્ટિએ જે પસંદ પડે છે તે કંઈ સર્વની દૃષ્ટિ માટે નથી. પોતાને જે અપેક્ષાએ સત્ય લાગે છે તે કઈ સર્વને સત્ય લાગે નહીં, તેથી પિતાને જે પ્રિય સત્ય ન લાગે તેનું ખંડન કરવા મંડી જવું તે એકાંત સંકુચિત નિરપેક્ષ દૃષ્ટિ છે. ભાષા, રાજ્ય, કેમ, પ્રજા, વપર. જે સખત નિયમ પડે છે તો તેથી ભાષા વગેરેનું મૃત્યુ થાય છે
For Private And Personal Use Only